Abtak Media Google News

મૂળ રાજસ્થાનના વતની શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ

મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી પરપ્રાંતીય સગીરાનું ૯ જેટલા શખ્સોએ અપહરણ કરી ગયાની ફરિયાદ રાજસ્થાન પોલીસમાં કરવામાં આવતા રાજસ્થાન પોલીસે ૦ નંબરથી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ૯ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મોરબીથી ૩૦ કિમીના અંતરે આવેલ ગામેથી આરોપી સુરેશ મંગલિયા નીનામાની પત્ની બનાવવાના ઈરાદે સગીરા હેન્ડપંપ પાસે પાણી ભરવા ગયેલ હોય દરમિયાન આરોપી સુરેશ મગલીયા નીનામા, રાકેશ મંગલીયા નીનામા, મુકેશ મંગલીયા નીનામા. મંગલીયા નીનામા, રહે-બધા એમ.પી., લીલીયા પાનુભાઈ રહે-જેતપર, રાજિયા નાનામાલુમ રહે-છોટા ઉદેપુર, રેખા મુકેશભાઈ નીનામા, સુનીતા રાકેશ નીનામા અને બાબુ રામા નીનામા રહે-બધા એમ.પી વાળાએ જબરદસ્તી ઈચ્છા વિરુદ્ધ અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ રાજસ્થાન પોલીસમાં નોંધાવી છે તો રાજસ્થાન પોલીસે ૦ નંબરથી મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ સી.પી.આઈ. આર.કે.ઝાલા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.