Abtak Media Google News

સર્વોદય સ્કૂલના પ્રિન્સીપાલ નિતિન જોષીએ જણાવ્યું હતું કે, સર્વોદય સાયન્સ સ્કૂલનું રિઝલ્ટ ૯૦ ટકા આવેલું છે. જયારે એચએસસી બોર્ડનું રીઝલ્ટ ૭૨.૯૯ ટકા આવ્યું છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે ૯% પરીણામ ઓછું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ તકે બધા વિદ્યાર્થીઓને તેમણે શુભેચ્છા પાઠવી હતી. આ તકે સર્વોદય સ્કૂલના ખુંટ બ્રિજેશે જણાવ્યું હતું કે, તેમને ૯૮.૪૪ પીઆર આવેલા છે.

Advertisement

તેમજ ગુજકેટમાં ૯૯.૦૩ માર્કસ આવેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આ પરિણામ માટે ખુબ મહેનત કરેલી હતી. તેમજ દિવસના ૧૨ કલાક સુધી અભ્યાસ કરતા હતા. આ ઉપરાંત તેઓ એન્જીનિયરીંગ ફિલ્ડમાં આગળ જવા માંગે છે તેમ જણાવ્યું હતું.

આ તકે વાસાણી સાગરે જણાવ્યું હતું કે, તેમને ધો.૧૨ સાયન્સમાં ૯૮.૩૦ પીઆર આવેલા છે. તેમજ મિત્રો અને કુટુંબીજનો સાથે તેઓ આજના દિવસને સેલિબ્રેટ કરશે.

આ ઉપરાંત તેમને એન્જીનિયરીંગના ફિલ્ડમાં જવુ છે તેમજ આ માટે તેમણે ખુબ જ મહેનત કરી હતી અને દિવસના ૧૨ કલાક રોજે વાંચતા હતા તેમ જણાવ્યું હતું.

આ તકે સિદપરા વિરાજે જણાવ્યું હતું કે, તેમને ધો.૧૨ સાયન્સ બોર્ડમાં ૯૮.૧૯ પીઆર આવેલા છે.

તેમજ ગુજકેટમાં ૯૯.૮૪ માર્કસ આવેલા છે. તેમણે આ માટે ખુબ જ મહેનત કરી હતી. તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તેઓ એન્જીનિયરીંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. આ માટે તેમના શિક્ષકો અને માતા-પિતાનો પુરો સહયોગ મળેલ છે.

આ તકે સર્વોદય સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી વાઘેલા શ્યામે જણાવ્યું હતું કે, તેમને ૯૮.૧૯ પીઆર ધો.૧૨ સાયન્સમાં આવેલા છે અને આ પરિણામથી તેઓ ખુબ જ ખુશ છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હું એન્જીનિયરીંગ ક્ષેત્રમાં જવા માંગે છે અને હાલ જેઈઈની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.