Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે

વિવિધ વિભાગોમાં સેકટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો

મોરબી ખાતે તારીખ 9 અને 10 ઓક્ટોબરે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. 2800 કરોડના 91 જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

Advertisement

રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટ પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. મોરબી સિરામિક, ઘડિયાળ સહિતના મોટા ઉદ્યોગોનો જિલ્લો છે ત્યારે મોરબીમાં વિવિધ રોકાણો લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ હેઠળ વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ. સહિત 2800 કરોડના 91 એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના 90 ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.   આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો 10000 ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે પધારેલા મંત્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા વરમોરા સિરામિક યુનિટની મુલાકાત લઈ આ એમ.ઓ.યુ. બદલ વરમોરા ગૃપને ગુજરાત સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.

વરમોરા ગ્રુપ દ્વારા  રૂ.1000 કરોડના એમ.ઓ.યુ.

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આવા એમ.ઓ.યુ. થકી મોરબીનો ઔદ્યોગિક ક્ષેત્ર વધુ ઊંચાઈઓ સર કરશે અને મોરબીના વિકાસને વધુ ગતિ મળશે.

વરમોરા ગૃપના ચેરમેન  ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, મંત્રી  જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના 500 કરોડના બે પ્લાન્ટ અંડર ક્ધટ્રક્શન છે. આગામી સમયમાં બીજા 500 કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.