Abtak Media Google News

મોરબીના શનાળા રોડ ઉપર રામચોકના ઢાળીયા પાસે આવેલ દુકાનમાં ફાસ્ટફૂડનો ધંધો ચાલુ કરવાના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર બે શખ્સો દ્વારા લોખંડના રીંગપાના વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા સમગ્ર બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં યુવાન દ્વારા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે. જેથી પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર શનાળા રોડ ઉપર રામચોકના ઢાળ પાસે કોર્નરમાં આવેલ બોમ્બે ફાસ્ટફૂડની દુકાનમાં ગત તા.27/09ના રોજ ધંધા માટે આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતે માથાકૂટ થઇ હતી જેમાં બોમ્બે ફાસ્ટફૂડની દુકાનમાં જ રહેતા મૂળ રાજસ્થાનના રામપુરીયા ગામના શંકરલાલ બાલુદાસજી વૈષ્ણવે ફરિયાદ લખાવી હતી કે બોમ્બે ફાસ્ટફૂડનો ધંધો ચાલુ કરવા પૈસાની જરૂર હોય ત્યારે આરોપીઓને રૂ.70,000/- પંદર દિવસ માટે આપેલા, જે રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી ભીમ બીકર તથા રોશન પરિયારે રહે.

બંને બોમ્બે ફાસ્ટફૂડ, શનાળા રોડ એ ફરિયાદી સાથે ઝઘડો કરી વારા ફરતી લોખંડનું રીંગ પાનું લઈ ફરિયાદીના માથાના પાછળના ભાગે ત્રણેક ઘા મારતા ઈજા કરી તથા બંન્નેએ શરીરે ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી મોરબી જીલ્લા મેજી.સાહેબના  હથીયારબંધી જાહેરનામોનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ-323,504,114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.