Abtak Media Google News

મુળ પોરબંદરના વતની તથા હાલ પરિવાર સાથે દુબઈ સ્થિત ભરતભાઈ તથા ચંદ્રીકાબેન રૂપારેલ દ્વારા રાજકોટની સીઝન્સ હોટલ ખાતે પરિવારજનો સાથે એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કથાકાર અશોકભાઈ ભટ્ટની અમૃતવાણીનો લાભ ભકતોએ માણ્યો હતો. સપ્તાહનો લાભ લેવા આગેવાનો ઉમટી પડયા હતા.

Vlcsnap 2018 06 11 09H02M43S199

Vlcsnap 2018 06 11 09H00M36S209ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત ખાસ મહેમાન કાજલ ઓઝા વૈધએ અબતક સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ કે રાજકોટ સાથેનો તેમનો સંબંધ જૂનો અને મીઠો છે. ચટણી ‘કાતરી’ પટોળા એમને જણાવ્યું હતુ કે આ વખતનું કારણ બહુ સુંદર અને પવિત્ર છે. સાથે ઉમેર્યું હતુ કે ભાગવત માત્ર કિશ્ર્ન કથા નથી. પણ આત્મકથા છે. એક વ્યકિતના આત્મા સાથે જોડાયેલી એક વ્યકિતના જીવન સુધારની કથા છે. રૂપારેલ પરિવાર દ્વારા આમંત્રીત કરવા બદલ તેમનો આભાર પણ વ્યકત કર્યો હતો. સાથે જણાવ્યું હતુ કે દુબઈ સ્થિત હોવા છતાં રાજકોટ વતનમાં આવી આ પવિત્રકાર્ય કરવું એ વંદનીય છે ખાસ જણાવ્યુંં કે ભાગવત સપ્તાહ પરિવારજનોને ભેગા કરવાની જ પ્રવૃત્તિ છે.

Vlcsnap 2018 06 11 09H00M59S186ત્યારબાદ ભરતભાઈ એઉપારેલે તેમની વાતોમાં કહ્યું કે. જયારે માણસ ૬૦ વર્ષે પહોચે ત્યારે તે બ્રૃંહ છે. તેવું માને છે. પરંતુ એવું હોતુ નથી. સાથે જણાવ્યું હતુ કે ૬૦ વર્ષ પહોચી માણસ પોતાના શોખ પૂરા કરે અથવા ભકિતમય બની શકે. આ ઉમર સુધી માણસ દોડધામમાં જે માણવાનું રહી ગયું હોય તે હવે પછી માણી શકે તેમ પણ ઉમેર્યું હતુ ખાસ એ પણ વાત કરી હતીકે માણસે પોતાના મનથી કયારેય વૃધ્ધ ના થવું જોઈએ હંમેશા જવાન જ રહેવું જોઈએ ભરતભાઈના પુત્રદ્વારા એમના જન્મદિન પર એક વિદેશની ટૂર ભેટમાં આપવા ઈચ્છતા હતા. પરંતુ તેમણે અહી વતનમાં આવી આ પવિત્રકાર્ય કરવા માટેનું વિચાર્યું.

Vlcsnap 2018 06 11 09H01M27S207

સાથોસાથ દુબઈ સ્થિત અને ત્યાંના ભારતનાં લોકો માટે ખાસ સેવા ભાવિ વ્યકિત એવા ભરતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે જયારે માણસ વિદેશથી પોતાના વતનમાં પાછો ફરે એ પણ આવા પવિત્રપર્વ પર તો તેની લાગણી અદભૂત હોય છે. તેમણે ખાસ ભરતભાઈને આભાર વ્યકત કરતા જણાવ્યું હતુ કે આવું ખૂબ સરસ આયોજનથી તેવો પ્રેરાયા અને આ પવિત્રપર્વ હાજરી આપવા પહોચ્યા હતા.

Vlcsnap 2018 06 11 09H03M09S203

ખાસ યતિનભાઈ કારીયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આ પવિત્રપર્વની ખાસીયત એ છેકે ભરતભાઈ દુબઈ સ્થિત છે. અને તેમના પુત્ર કશ્યપભાઈ કેનેડા છતા પણ તેમણે રાજકોટ આવી આ ખાસ આયોજન કર્યું જેમાં સપ્તાહ સિવાય પણ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતુ જેના દ્વારા જે ભકતો ઉપસ્થિત હોય તેમને સારા કલાકારોનો લાભ મળી શકે.

વધુ ઉમેરતા તેમણે જણાવેલ કે આ ભાગવત સપ્તાહના બધા પાત્રો પરિવારના સભ્યો દ્વારા ભજવામાં આવ્યા છે. સાથોસાથ આ સપ્તાહમાં ભરતભાઈ શાહ, હર્ષદભાઈ મહેતા, ડોલરભાઈ કોટેચા, પ્રવિણભાઈ કોટક, કિશોરભાઈ પોપટ પણ હાજર રહ્યા હતા. બહારથી આવેલ મહેમાનોને પણ તકલીફના રહે તેનું ખાસ ધ્યાન વિભાબેન રૂપારેલ દ્વારા રાખવામાં આવ્યું.

Vlcsnap 2018 06 11 09H01M39S76

અંતે વિભાબેન રૂપારેલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આ સપ્તાહમાં હાજર રહેવા મહેમાનો અને ભકતોએ આર્શીવાદ આપ્યા છે. અને આ સાત દિવસ પરિવાર સાથે માણી એક જીંદગીભરનું નજરાણુ બની રહેશે તેમ કહ્યું હતુ.

રૂપારેલ પરિવાર દ્વારા કરાયેલ ભાગવત સપ્તાહમાં આયોજનમાં ૧૫૦૦થી પણ વધુ ભકતોએ કથા તેમજ પ્રસાદનો લાહવો માણ્યો હતો અને પરિવારમાં સાત દિવસ ભકિતમય વાતાવરણ છવાઈ ગયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.