Abtak Media Google News

૧૨ ટ્રાફીક બ્રિગેડોનું શ્રેષ્ઠ બ્રિગેડ તરીકે કરાયું સન્માન

રાજકોટ શહેરમાં રાજકોટ સીટી પોલીસ દ્વારા શહેર ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી ટ્રાફીકને લગતી કામગીરી કરી રહી છે. તે અંતર્ગત ટ્રાફીક બ્રિગેડોમાં શિસ્ત, ફરજ અને સહાનુભૂતી તેમજ મોટીવેશન માટે રાજકોટની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના નામાંકીત વકતા શૈલેષભાઈ સગપરીયા એ બ્રિગેડોને અલગ અલગ ઉદાહરણ આપી વિસ્તૃત સમજણ આપી હતી.

આ પ્રસંગે ૪૨ ડીગ્રીતાપમાનમાં ફરજ બજાવતા બ્રિગેડો તેઓને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ ના જેવી શાહે ટ્રાફીક રૂલ્સ આર.ટી.ઓ તથા ટ્રાફીક રૂલ્સ તથા લોકો સાથે કેમ વર્તવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

આ મીટીંગ દરમ્યાન રાજકોટ નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલાએ પણ ટ્રાફીક બ્રિગેડોને માર્ગદર્શન તથા વધુ સારી શિસ્ત તથા મોબાઈલ ન વાપરવા તેમજ પોઈન્ટ ઉપર પરફેકટ કામગીરી કરવા વધુ સખ્તાઈથી વાત કરી હતી. સર્વે ટ્રસ્ટીઓ તથા પોલીસ કમિશ્નરનું પુષ્પગુચ્છ વડે તથા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યુંહતુ.

આ પ્રસંગે રાજકોટ શહેરનાં પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતુ કે ટ્રાફીક બ્રિગેડોને ખૂબજ વિસ્તૃત રીતે અલગ અલગ દ્રષ્ટીકોણથી નિષ્ઠાપૂર્વક લોકો સાથે ખોટુ ઘર્ષણ ન થાય અને લોકો સાથે આદર ભાવે વાતચીત થાય તેવા વિચાર રજૂ કર્યા હતા. તેમજ જરૂર પડયે બ્રિગેડોના આરોગ્ય, સહિત ડ્રેસ, વિમાકવચ, વગેરેમાં પણ વધારો કરવામાં આવશે.

તથા સમયાંતરે અલગ અલગ ઈન્સપેકટર નામાંકીત ટ્રેનરો સહિત વકતાઓને બોલાવી દરેક બ્રિગેડ માટે આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોત, નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા એસીપી ઝાલા બારૈયા, સુનિલભાઈ રાઠોડ, વિજયભાઈ પારેખ, જગદીશભાઈ દોંગા, નિલેશભાઈ પંડયા, નીતીનભાઈ ભગદેવ, સુનિલભાઈ મહેતા, જે.વી. શાહ , શૈલેષભાઈ સગપરીયા, અતુલભાઈ સંઘવી, તેમજ જીજ્ઞેશ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ બ્રિગેડો માટે ભોજનની વ્યવસ્થા તથા દરેક બ્રિગેડો માટે પ્રસાદી રૂપે લક્ષ્મી યંત્ર તેમજ કૌશલ એન્ટર પ્રાઈઝ તરફથી દરેક બ્રિગેડને તડકા સામે રક્ષણ માટે વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અનન્ય સહયોગ બદલ રાજકોટ સીટી પોલીસ દ્વારા શૈલેષભાઈ સગપરીયા અને કોશલ એન્ટર પ્રાઈઝ વાળા પ્રશાંતભાઈનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના સ્ટાફ, સિનિયર સીટીઝનો એ સેવા આપી હતી તેમજ આ કાર્યક્રમમાં પોલીસ હેડ કવાટર્સના સ્ટાફ તરફથી સેવા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.