Abtak Media Google News

ભાવનગર જિલ્લા કોંગ્રેસપદે પ્રવિણ રાઠોડ, પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકે નાથાભાઈ ઓડેદરાની વરણી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સુચના બાદ પ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષક અશોક ગેહલોતે ગઈકાલે ગુજરાતના ૧૨ જિલ્લા તથા શહેરના પ્રમુખના નામની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે ફરી હિતેશભાઈ વોરાની વરણી કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રવિણભાઈ જે.રાઠોડ, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વિનુભાઈ ઠાકોર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરીમલસિંહ એન.રાણા, ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મોતીભાઈ ચૌધરી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ એમ.ઝાલા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેશ એમ.વોરા, છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યશપાલ જી.ઠાકોર, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નાથાભાઈ બી.ઓડેદરા, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભીલાભાઈ ડી.ગામીત, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શશીકાંતભાઈ વી.પટેલ, નડીયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ સી.પટેલની નિમણુક કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.