Abtak Media Google News

ઘર પાસે રાખેલા વાહનો હટાવવા પ્રશ્ર્ને પ્રેમી યુગલે કર્યો છરી વડે હુમલો

ગોંડલ શહેરની ખોડીયાર હોટલ પાસે નજીવી બાબતે દંપતિ પર પ્રેમી યુગલે છરી અને પાઈપ વડે ખૂની હુમલો કર્યાની પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના ખોડીયાર હોટલ પાસે આવેલા યોગી હોન્ડામાં નોકરી કરતા જયશ્રીબેન જેન્તીભાઈ મોચી નામના મહિલા એ મફતીયાપરામાં રહેતા મુળ બિલખાનો કિરીટ બુટાણા અને ભાનુબેન છરી અને પાઈપ વડે જયશ્રીબેન અને તેના પતિ જેન્તીભાઈ પર ખૂની હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમા જણાવ્યું હતુ.

પોલીસની પ્રાથમિક તપાસમાં યોગી હોન્ડાના શો રૂમનું રિનોવેશન ચાલતુ હોય આથી ટુ વ્હીલર મફતીયાપરામાં રાખેલા હોય તે આરોપી કિરીટ લુહાણા અને ભાનુબેનને નડતર હોવાથી ટુ વ્હીલર હટાવી લેવાનું કહેતા આથી કિરીટ લૂહાણા અને જયશ્રીબેન વચ્ચે બોલાચાલી થઈ આથી ઉશ્કેરાયેલા કિરીટ લુહાણા અને ભાનુબેને છરી અને પાઈપ વડે જયશ્રીબેનને મારમારતા ત્યારે તેને બચાવવા વચ્ચે પડેલા જયશ્રીબેનના પતિને પણ ઈજા પહોચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે પ્રેમી યુગલ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઈ એ.બી. મીઠાપરા સહિતના સ્ટાફે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.