Abtak Media Google News

બફારાથી બચવા રેસીડેન્શીયલ અને કોમર્શીયલ સેગમેન્ટમાં એસી અને કુલરનો વપરાશ વધતા વીજળીની માંગમાં ધરખમ ઉછાળો

હાલ, ઉનાળાની ઋતુ ચાલી રહી છે. સુર્યનારાયણના આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધવાથી વિજળીની માગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેટ લોડ ડીસપેચ સેન્ટર (એસએલડીસી)ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વીજમાંગમાં ૧૫,૬૮૨ મેગાવોટનો વધારો થયો છે. જે અત્યાર સુધીની સૌથી વધુ રેકર્ડબ્રેક માંગ છે.

વીજળીના વપરાશમાં વધારાનું કારણ ગરમીથી બચવા લોકો એર-ક્ધડીશનર્સ (એસી) અને કુલર્સ વગેરે સતત ચાલુ રાખે છે. અસહ્ય ગરમીને કારણે વીજમાંગ અને વપરાશમાં રેકર્ડબ્રેક વધારો થયો છે. વીજમાંગમાં ૧૫,૬૮૨ મેગાવોટનો વપરાશ ગઇકાલે બપોરના ત્રણ વાગ્યે નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી વીજમાંગ ખુબજ વધતી જણાઇ છે. વીજમાંગ બુધવાર અને ગુ‚વારે એમ ક્રમશ: ૧૫,૦૦૧.૭૪  મેગાવોટ અને ૧૫,૪૮૫.૪૭ મેગાવોટ જેટલી રહી હતી.

રેસીડેન્સીયલ અને કોમર્શીયલ સેગમેન્ટમાં એર-ક્ધડીશનર્સ (એસી) અને કુલરના વધતા ઉપયોગથી વીજળીની માંગમાં ઉછાળો થયો હોવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, ગરમીથી બચવા ઘરો અને ઓફિસોમાં પંખા સતત ચાલુ રહેવાથી વીજમાંગ વધી છે

રેસીડેન્સીયલ અને કોમર્શીયલ ક્ષેત્રની સામે કૃષિક્ષેત્રમાં પણ વીજમાંગ વધી છે. એક એનર્જી નિષ્ણાંત કે.કે.બજાજે કહ્યુ છે કે, ગરમીના માહોલમાં ખેડૂતોને સિંચાઇ માટે વધુ ને વધુ પાણીની જ‚ર રહે છે. આથી આ સિંચાઇ પઘ્ધતી માટે પણ વીજળીની વધુ માંગ વર્તાય છે.

માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન સવારમાં હલકી ઠંડી જ્યારે બપોરે ગરમ વાતાવરણ ફરી પાછુ અને રાત્રે ઠંડા વાયરાની સાથે ઠંડુ વાતાવરણ રહ્યું હતું. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનું પ્રમાણ ખુબજ વઘ્યું છે. માર્ચના છેલ્લા અઠવાડીયા દરમિયાન વીજમાંગ સામાન્ય સ્તરે રહી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડની માહિતી પ્રમાણે ર૮ માર્ચે વીજમાંગ ૧૫,૨૦૨.૭૪ મેગાવોટ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.