Abtak Media Google News

તા. ૭ ઓગસ્ટ સુધીમાં અરજી ફોર્મ ભરી જિલ્લા રોજગાર કચેરી વેરાવળ ખાતે મોકલી આપવાની રહેશે

અંધ,બહેરા,મૂંગા,અપંગ,તેમજ રકતપિત તા મંદબુદ્ધિવાળા દિવ્યાંગ કર્મચારીઓ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને વર્ષ-૨૦૧૮નાં વર્ષ માટે રાષ્ટ્રીય/રાજય પારિતોષિકો માટેની અરજી મંગાવાની થાય છે.

શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાષ્ટ્રીયકક્ષા તેમજ રાજ્યકક્ષાનાં પારિતોષિકો માટે અરજી નિયત નમુનામાં અલગ અલગ રજુ કરવાની રહેશે. દિવ્યાંગ પારિતોષિક માટેની ઉકત કેટેગરીઓની અરજીઓનો નમૂનો અત્રેની ખાતાની વેબસાઈટ “www.employment.gujarat.gov.in” ઉપરી મેળવી શકાશે. તથા ગીર સોમના જિલ્લા રોજગાર કચેરીમાી વિના મૂલ્યે તા.૦૬/૦૮/૨૦૧૮ સુધીમાં મળી શકશે.

અરજી સો ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહીત બીડાણમાં સામેલ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ સંબધિત જરૂરી બિડાણો સામેલ કરવા  તેમજ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહીત  બે નકલમાં જીલ્લા રોજગાર કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ વેરાવળ કચેરીને મોડામાં મોડા  તા. ૦૭/૦૮/૨૦૧૮ સુધીમાં રૂબરૂ અવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહીત મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.