Abtak Media Google News

દોષિતોની મિલકતોને ટાંચમાં લેવાશે

સંસદે મોટા આર્થિક ગુના કરીને દેશમાંથી ભાગી જતા વિજય માલ્યા અને નીરવ મોદી જેવા દોષિતો અંગેના ખરડાને મંજૂરી આપી છે. રાજયસભાએ નસ્ત્રધ ફયુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ ૨૦૧૮સ્ત્રને રાજયસભામાં ધ્વનિમતની પસાર કર્યું હતું. અગાઉ લોકસભાએ તેને ૧૭ જુલાઈએ મંજૂરી આપી હતી.

નાણા પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, નસ્ત્રકાયદાકીય પ્રક્રિયામાંથી બચવા વિદેશ ભાગી જતાં ગુનેગારોની સંખ્યા વધી રહી છે. જેને રોકવાની જરૂર છે. અત્યારના કાયદામાં સમસ્યાની ગંભીરતા પ્રમાણે કડક પગલાની જોગવાઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોજદારી કાયદો અમને આવા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની સત્તા આપતો નીસ્ત્ર

નવા ખરડા અંગે તેમણે જણાવ્યું કે, નસ્ત્રખરડો અસરકારક છે અને તેને લીધે બંધારણના માર્ગે ર્આકિ ગુનેગારોને દેશમાંથી ભાગતા અટકાવવામાં મદદ મળશે. નવા કાયદામાં દોષિતો કોર્ટમાં હાજર ન થાય ત્યાં સુધી તેમની એસેટ્સને ટાંચમાં લેવાની જોગવાઈ હોવી જરૂરી છે. જપ્ત કરાયેલી મિલકતોનું શું કરવું તે અંગે પણ અમે વિચારણા કરીશું.

રાજયસભામાં બોલતા ગોયલે કહ્યું કે એવી સ્થિતિ ઉભી ન થવી જોઈએ કે અઆર્થીક ગુનેગારો દેશ છોડીને ભાગી જાય અને તેમની પ્રોપર્ટી પણ સુરક્ષિત રહે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા આ મામલે ઠોસ પગલા ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.