Abtak Media Google News

સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કોલેજ અને ભવનોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને સ્ટાર્ટઅપ યોજનામાં ભાગ લેતા કરવા મીટીંગ મળી

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાત કાર્યકારી કુલપતિ નીલામ્બરીબેન દવેની હાજરીમાં અને સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, એસ.એસ.આઈ.પી. કો-ઓર્ડીનેટર ડો.મિહિરભાઈ રાવલ તેમજ પ્રો.એચ.જે.જોષીની હાજરીમાં એક મીટીંગ મળી હતી.

જેમાં એસ. એસ. આઈ. પી. પ્રોજેકટ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાર્થીઓને પોતાના નવા ઈનોવેશન માટે ફંડની આવશ્યકતા હોય તો સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત ગુજરાત સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સપોર્ટ કરવામાં આવશે તેવું નકકી કરવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬ જીલ્લા અંતર્ગત આવતી તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ યોજના શું છે અને તેમાં કઈ રીતે એપ્લાય કરી શકાય અને કઈ રીતે ફંડ માટે પ્રેઝન્ટેશન આપી શકાય ? તે સમજાવવા કુલ ૧૮ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે અને આ ૧૮ સભ્યોની સમિતિ ૬ જીલ્લામાં વહેંચવામાં આવી છે.

આગામી તા.૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દરેક કોલેજોમાં સ્ટાર્ટઅપ સેમીનાર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવશે. ૬ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર સ્ટાર્ટઅપ અવેરનેસ સેમીનારનું શેડયુલ મુકવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાર્થી સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત ઓનલાઈન પણ એપ્લાય કરી શકશે. મીનીમમ ૫ હજારથી શરૂ કરી રૂ.૨ લાખ સુધીનો ફંડ આપવાની જોગવાઈ સ્ટાર્ટઅપ યોજનામાં છે. આ સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના મહતમ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે તે ઉદેશયથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.