Abtak Media Google News

સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત મીટિંગ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રિય પર્વની ઉજવણી દર વર્ષે જુદા જુદા વોર્ડમાં યોજવામાં આવે છે. ચાલુ વર્ષ અગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી વોર્ડ નં.૦૭માં યોજવામાં આવનાર છે. જેના અનુસંધાને તા.૦૨/૦૮/ ૨૦૧૮ના રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવેલ. ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સ્થાયી સમિતિના સભ્ય અને વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, કાયદો અને નિયમન સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, પ્લાનિંગ કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, માધ્યમિક શિક્ષણ કમિટી ચેરમેન અંજનાબેન મોરજરીયા.

એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર મીનાબેન પારેખ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મહિલા મોરચા મહામંત્રી અનિતાબેન પારેખ, વોર્ડ નં.૭ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૭ના પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહિલ, વોર્ડના ટીનાબેન કોટક, ઉન્ન્તીબેન ચાવડા તેમજ અધિકારીશ્રીઓમાં ડે. કમિશનર ચેતન ગણાત્રા, ચેતન નંદાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, સમિર ધડુક, કગથરા, વાસવંતીબેન પ્રજાપતિ, સુરક્ષા અધિકારી ઝાલા, સિટી એન્જી. કામલીયા, દોઢીયા જુદી જુદી શાખાના અધિકારીઓ, આસી. મેનેજરો વિગેરે ઉપસ્થિત રહેલ.

1 3       મેયર બિનાબેન આચાર્યએ સૌ પ્રથમ દર વર્ષે યોજવામાં આવતા કાર્યક્રમની સાથે નવા કાર્યક્રમો યોજવા જણાવેલ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ પણ સવાતંત્ર પર્વ પ્રસંગે જુદા જુદા કાર્યક્રમો માટે ચર્ચા કરેલ અને કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કમિટીના ચેરમેનશ્રીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવેલ.

વોર્ડ નં.૭ની સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સર્વરોગ નિદાન કેમ્પ, બાલ તંદુરસ્તી હરીફાઈ, ડોર-ટુ-ડોર મેલેરિયા કામગીરી, સફાઈ ઝુંબેશ, શ્રેષ્ઠ સફાઈ કામદાર હરીફાઈ, લોકડાયરો, દેશભક્તિ સંગિત સંધ્યા, ફાયર રેલી, ચિત્ર હરીફાઈ, શિક્ષણ સમિતિ સ્કુલોના બાળકો માટે રમત-ગમત સ્પર્ધા, ટેરેસગાર્ડન હરીફાઈ તથા વૃક્ષારોપણ, વોર્ડ નં.૭ની મિલકત વેરા સહીતની વાંધા અરજીનો નિકાલ થાય ટે માટે એક દિવસીય સ્પેશીયલ કેમ્પ, ચોકનું નામકરણ, કોર્પોરેશનની બિલ્ડીંગમાં રોશની, રામનાથ મહાદેવની મહાઆરતી, ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ વોર્ડ નં.૭ના નાના-મોટા રિપેરિંગ, ભૂગર્ભ વિગેરે કામો કરવા નક્કી કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ, જરૂરી સંકલન, વ્યવસ્થા, ધ્વજવંદનનું સ્થળ નક્કી કરવા વિગેરે માટે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ કરવાનું નક્કી કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.