Abtak Media Google News

દરેક 15મી ઓગસ્ટ ની વહેલી સવારે જયારે એક બાજુ સૂર્યનો ઉદય થાય છે તો બીજી બાજુ મુગલકાળના લાલ કિલ્લાના શિખર પર ત્રિરંગો લહેરાતો જોવા મળે છે. સાથે જ ત્યાંથી દેશના પ્રધાનમંત્રી જનતાને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસ પર આ ઈમારતનો ઉપયોગ દેશની પ્રગતિને બતાવવા માટે જરૂર કરવામાં આવે છે. પણ સ્વતંત્રતા મેળવવા માટે કરવામાં આવેલ સંઘર્ષમાં તેનુ મુખ્ય યોગદાન છે.

1857ની ક્રાંતિની રણનીતિ અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર દ્વિતીયના નેતૃત્વમાં અહી બની. પણ અફસોસ કે તે પુર્ણ ન થઈ શકી. દિલ્હીમાં પાંચમા મુગલ બાદશાહ શાહજહાએ વર્ષ 1648માં આ ઈમારતનુ નિર્માણ કરાવ્યુ અને આ વિસ્તારને શાહજહાંનાબાદ નામ આપ્યુ. લાલ પત્થરોથી બનેલુ હોવાને કારણે આ ઈમારનનુ નામ લાલ કિલ્લા પડ્યુ અને  આજે  આ ઈમારતને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સમાવેશ કરવામાં આવી છે. દર વર્ષે લગભગ 25 લાખ લોકો આ ઈમારતને જોવા આવે છે.

Independence Day Ptiઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Independence Day 2016 Hd Wallpaper 20151મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જિવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સામાન્યતઃ તેમની સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને હાકલ કરે છે.

વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.