Abtak Media Google News

મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના વલસાડ-ભરૂચ-સુરત-નવસારીના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કામગીરી સમીક્ષા હાથ ધરી છે. મુખ્યમંત્રી સ્વયં સરકારના વિભાગોની કામગીરીનું રિયલ ટાઇમ મોનિટીંગ ડેશ-બોર્ડી કરે છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિશ્ચિત સમયાવધિમાં નિવારણ લાવવા તાકીદ કરી છે. વિજયભાઇ રૂપાણીએ આજે મુખ્યમંત્રી નિવાસસનેથી સી.એમ. ડેશ-બોર્ડના વિવિધ ઇન્ડીકેટર્સમાં જિલ્લાઓના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી. તેમણે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સી.એમ. ડેશ-બોર્ડમાંની ગતિવિધિઓ અંગે તેમના જિલ્લાઓમાં થયેલી કામગીરીનો જાયજો મેળવ્યો હતો.

આ સી.એમ. ડેશ-બોર્ડ મારફતે મુખ્યમંત્રી સ્વયં સરકારના બધા જ વિભાગોની કામગીરી અને પડતર રહેલી બાબતોનું મોનિટરીંગ કરે છે. રર૦૦ જેટલા ઇન્ડીકેટર્સમાં સંબંધિત વિભાગોની પ્રગતિનું રિયલ ટાઇમ મોનિટીંગ આ ડેશ-બોર્ડ મારફતે થાય છે.

મુખ્યમંત્રી આ ડેશ-બોર્ડની કામગીરી સંદર્ભે સમયાંતરે દરેક જિલ્લાના કલેકટરો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સી સમીક્ષા અને માર્ગદર્શન કરતા રહે છે. આ શૃંખલામાં તેમણે આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓના આ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા હાથ ધરી હતી. આ સમીક્ષા વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ઓ.એસ.ડી. ડી. એચ. શાહ તથા અધિકારીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.