Abtak Media Google News

સડક સુરક્ષા થકી જીવન સુરક્ષા કાર્યક્રમમાં ટ્રાફીક અંગેનું માર્ગદર્શન અપાયું

પંચશીલ સ્કુલના વિઘાર્થીઓમાં ટ્રાફીક પ્રત્યેની સભાનતા કેળવાય તેવા હેતુથી સડક સુરક્ષા થકી જીવન સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો આ ટ્રાફીક માર્ગદર્શન કાર્યક્રમ રાજકોટ શહેર જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ સિઘ્ધાર્થ ખત્રીના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. ઇન્સ્પેકટર જે.વી.શાહ સ્કુલા મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા, ટ્રાફીક સોલ્યુશન ટીમના હીરેનભાઇ પટેલ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિઘાર્થીઓને ટ્રાફીક નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

Vlcsnap 2018 08 11 10H49M37S65અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું કે આજે અમારી શાળામાં સુંદર મજાનો ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ સડક સુરક્ષા જાગૃતિ થકી જીવન સુરક્ષા એવા કાર્યક્રમના ટાઇટલ નીચે દરેક વિઘાર્થીઓમાં ટ્રાફીક અંગે જાગૃતિ કેળવાય તે પ્રકારનું એક સુંદર આયોજન કર્યુ છે. ત્યારે રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશ્નર ખત્રીસાહેબ અત્રે ઉ૫સ્થિત રહ્યા છે. તેમનું અમને ઘણું બધું માર્ગદર્શન મળવાનું છે. તથા આર.ટી.ઓ. ઇન્સ્પેકટર જે.વી.શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. સાથોસાથ ઘણા બધા મહેમાન આવ્યા છે. વિઘાર્થીઓમાં શાળા કક્ષાએથી જ જો ટ્રાફીક અંગેની જાગૃતિ કેળવવામાં આવશે તો તે મોટો નાગરીક બનશે ત્યારે ખરા અર્થમાં જે કાંઇ નિયમો છે. તેનું પાલન  કરશે અને તે રીતે ઉચ્ચકોટીનો નાગરીક બનશે. પંચશીલ શાળા દર વર્ષે  આ પ્રકારના કાર્યક્રમો કરેછે. અને તેના થકી સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાય તેના પ્રયત્નો કરે છે. પંચશીલ સ્કુલ જયારથી શરુ થઇ ત્યારથી અમારા ૧રમાં ધોરણ સુધીના કોઇપણ વિઘાર્થીઓ સ્કુટર, સ્કુટી કે બાઇક લઇને શાળાએ નથી આવતા સ્ટીકલી ટુલ્સ બધા વિઘાર્થીઓ કહેછે અને તે પૂર્ણ સમજણથી કરેછે. સાથે સાથે તેના વાલીઓમાં આ પ્રકારની સમજણ આપે છે. જેમની પાસે લાઇયન્સ છે. એવા વિઘાર્થીઓને જ પરમિશન આપવામાં આવે છે. એટલે શાળાનો એકપણ વિઘાર્થી સ્કુટર, સ્કુટી, બાઇક લઇને શાળાએ નથી આવતો. તે પણ એક મોટી વાત છે. આ રીતે આવા કાર્યક્રમો થકી વિઘાર્થીઓમાં જાગૃતિ કેળવાય છે.

Vlcsnap 2018 08 11 10H50M04S84

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ શહેર જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ સિઘ્ધાર્થ ખત્રીએ જણાવ્યું કે શહેરમા આપણ જોઇએ છીએ કે ટ્રાફીકની સમસ્યા દિવસેને દિવસે વધીરહી છે. ટ્રાફીકની સમસ્યા સૌથી વધુ મહત્વની વસ્તુ છે. કે લોકો પોતે જે વાહન ચલાવે છે તેમને ટ્રાફીકના નિયમોની જાણકારી હોય તો ટ્રાફીકના નિયમોને ભંગ ન કરે ફોરેનમાં રાત્રે ર વાગ્યે જઇએ તો લાલ સિગ્નલ આગળ બધા ઉભા રહે અને ગ્રીન સીગ્નલ હોય તો ને તો જ જાય વન-વે હોય તો પણ તેનું પાલન થાય અને જયાં પાકિંગની જગ્યા ન હોય તો દુર દુર જઇ ને પણ લોકો જયાં પાર્કિગની જગ્યા હોય ત્યાં જ પાકિંગ કરે તો આપણે ત્યાં જે લોકો સામે ચાલીને સમર્થન આપે તેના માટે અલગ અલગ ઝુંબેશ ચાલી રહી છે.એમાં જે એક વસ્તુ મને ગમી તે એ કે ફોરેનમાં નાનપણમાં ગળથુથીમાં જ ટ્રાફીકની સેન્સ આવે એવી રીતે લોકો ત્યાં કરી રહ્યા છે. સાવર બે કે ત્રણ વર્ષનું બાળક હોય અને રોડક્રોસ કરવાનો હોય તો ઝીબ્રા ક્રોસીગ પર જ ક્રોસ કરે તે ગમે ત્યાંથી ક્રોસ ન કરે આ વસ્તુ ઘ્યાનમાં રાખી અમે અલગ અલગ સ્કુલોમાં જઇ રહ્યા છીએ. અને લોકોને તેમાં ખાસ કરીને બાળકોને ટ્રાફીક ના રુલ્સ અંગે જાણકારી આપીએ છીએ. તેઓ કઇ રીતે વાહન ચલાવતી વખતે રસ્તા વચ્ચે સેઇફ રહી શકે અથવા તો પોતાના પેરેન્ટ જયારે વાહન ચલાવતા હોય ત્યારે રોકીને પણ તેઓ સુરક્ષિત રહે તેના માટે આ એક અભિયાન છે. વસ્તુ એ છે કે માત્ર દંડથી લોકો સુરક્ષિત ન થાય. દંડની સરકારને પણ જરુર નથી.કારણ કે એટલી મહત્વની રકમ પણ નથી સરકાર માટે સરકાર માટે મહત્વની વસ્તુ છે તમારી સુરક્ષા તો તમે ટ્રાફીકના નિયમો પાળો અને સુરક્ષિત રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.