Abtak Media Google News

સમગ્ર રાજકોટ શહેરની કોલેજના૨૦૦૦થી અધિક વિદ્યાર્થીઓએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

‘પાવર મરવામાં કે મારવામાં નથી પરંતુ જીવવામાં અને જીવાડવામાં છે.’– પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવરાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે એ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાનરાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને શૈક્ષણિકકાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટ શહેરની તમામ કોલેજોના ફસ્ટયરના વિદ્યાર્થીઓ માટે ‘પાવર ઓફ યુથ’વિષય પર સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટની કોલેજોના અગ્રણી માલિકો, સંચાલકો, પ્રિન્સીપાલો તેમજ પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની કોલેજોના ૨૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ હાજર રહી વિદ્યાર્થી બનવાની પ્રેરણા લઈને વિદાય થયા હતા.

Advertisement

04બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે વૈદિક શાંતિપાઠથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં સ્વાગત ઉદ્બોધનના ભાગરૂપે ડો. ધમસાણીયા સાહેબે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી. ત્યારબાદ પ્રેરક વિડિયો શો, એક આદર્શ પથદર્શક – પ્રમુખસ્વામી મહારાજ રજૂ કરવામાં આવ્યો હતો.

03

સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ‘પાવર ઓફ યુથ’વિષયપર ચોટદાર અને જોમસભર વક્તવ્યનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ૬ વિભાગો દ્વારા વિદ્યાર્થીઓને યુથનો સાચો પાવર શું છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરી ભારતને ઉત્કૃષ્ટ રાષ્ટ્ર બનાવી શકાય એ વિષયક વિવિધ પ્રેરક વિડિઓ દ્વારા સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

(૧) યુથનો પાવર DESTRUCTIONમાં નહી પરંતુ CONSTRUCTIONમાં છે.
(૨) યુથનો પાવર DECREASINGમાં નહી પરંતુINCREASING માં છે.
(૩) યુથનો પાવરPROTESTINGમાં નહી PROTECTINGમાં છે.
(૪) યુથનો પાવર SEPERATIONમાં નહી CO-OPERATIONમાં છે.
(૫) યુથનો પાવર DEPENDENCYમાં નહી INDEPENDENCYમાં છે.
(૬) યુથનો પાવર NON-BELIEVINGમાં નહી BELIEVINGમાં છે.

07

પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ‘પાવર ઓફ યુથ’ વિષય પરના ઉદ્દબોધનના કેટલાક મુખ્ય અંશો:

  • યુવાનો પાસે પ્રયત્નો કરવાનો પાવર વધારે છે પરંતુ તેની દિશા ખોટી છે.
  • રાષ્ટ્રની સંપત્તિ સુધારવી એ દરેક યુવાનની જવાબદારી છે.
  • યુવાન બગડે નહી પરંતુ જાતે સુધરતો જાય.
  • મન સામે હાર્યા વગર મનને હરાવે એ યુવાન છે.
  • કુટેવો છોડી સુટેવો ગ્રહણ કરતો જાય એ યુવાન છે.
  • માત્ર ટીકા ન કરો કંઇક રસ્તો કાઢો.
  • આજના યુવાનનો INTELIGENCE POWER વધતો જાય છે, TOLERANCE POWER ઘટતો જાય છે.
  • પાવર ભેગા થવામાં નહી, ભેગા રહેવામાં છે.
  • આપણે અંગ્રેજોની ગુલામીથી સ્વતંત્ર થયા પરંતુ વ્યસન, મોબાઈલ અને ઈન્ટરનેટની ગુલામીથી સ્વતંત્ર નથી થઇ શકતા.
  • મારાથી નહી થાય એ પણ એક ગુલામી જ છે.
  • ભગવાનનું, શાસ્ત્રોનું, સંતોનું, માતા-પિતાનું, વડીલોનું ચોક્કસ માનીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.