Abtak Media Google News

જિલ્લા કલેકટર દ્વારા યાંત્રિક આઈટમોમાં ૪૪ પ્લોટની નવેસરથી હરરાજી કરવા નિર્ણય લેવાયો

આગામી ૧લી સપ્ટેમ્બરી યોજાનારા ગોરસ લોકમેળામાં ફજત-ફાળકા-ચકરડી-ટોરાટોરા સહિતની રાઈડ્સના યાંત્રિક પ્લોટ માટે ધંધાર્થીઓએ કાર્ટેલ રચી નીચા ભાવે પ્લોટ પડાવવા હરરાજીમાં ઉંચી બોલી ન બોલતા છેલ્લા ચારેક દિવસથી ગુંચવાયેલુ કોકડુ ઉકેલવા અંતે તંત્રએ પ્રત્યેક પ્લોટની અપસેટ પ્રાઈઝ અઢી લાખ કરી નવેસરી અરજી મંગાવવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે યાંત્રિક આઈટમના મોટાગજાના ધંધાર્થી દ્વારા તમામ પ્લોટ હાવગા કરી લઈ બાદમાં ઉંચા ભાવે અન્ય ધંધાર્થીઓને વેંચી મારવામાં આવતા હોય આ વર્ષે પણ યાંત્રિક રાઈડ્સના ધંધાર્થી દ્વારા તંત્રનું નાક દબાવવા પ્રયાસ કરી હરરાજીમાં ઉંચી બોલી બોલવાના બદલે ગત વર્ષચા ભાવે તમામ પ્લોટ પડાવવા ત્રાગડો રચતા છેલ્લા ચારેક દિવસથી હરરાજી મુલત્વી રહી છે.

દરમિયાન આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફજત-ફાળકા, ટોરાટોરા જેવી મોટી રાઈડ્સના ટિકિટ દરમાં તંત્ર દ્વારા રૂ.૩૦નો ભાવ કરી અપાયો છે ત્યારે નીચા ભાવે કોઈપણ સંજોગોમાં યાંત્રિક પ્લોટ નહીં આપવામાં આવે તેમજ ધંધાર્થીઓ દ્વારા કાર્ટેલ રચી નીચા ભાવે પ્લોટ પડાવવા ઘડેલા કારસાને તોડી પાડવા આગામી બે દિવસમાં નવી જાહેરાત પ્રસિધ્ધ કરી પ્રત્યેક પ્લોટની અપસેટ પ્રાઈઝ રૂ.અઢી લાખ રાખી નવેસરી અરજીઓ મંગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં ગત વર્ષે યાંત્રિક આઈટમોના ૪૪ પ્લોટની હરરાજી થકી તંત્રને ૧,૧૧,૧૧,૧૧૧ની કિંમત ઉપજી હતી જે લક્ષમાં લઈ દરેક પ્લોટના અઢી લાખ અપસેટ પ્રાઈઝ નક્કી કરી તંત્ર દ્વારા ગત વર્ષના ભાવે યાંત્રિક પ્લોટ માટે નવેસરી અરજી પ્રક્રિયા શરૂ કરવા નિર્ણય લેવાતા યાંત્રિક આઈટમોના ધંધાર્થી ફરીઅર જી કરી હરરાજીમાં ભાગ લેવો પડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.