Abtak Media Google News

પોલીસે જુગારના ચાર દરોડા પાડયા હતા જેમાં સોળ શખ્સો, ત્રણ મહિલાઓ ઝડપાયા હતા. છ શખ્સો ફરાર થઈ ગયા હતા. પટમાંથી કુલ રૂ.૪૮ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જામનગરના અંધાશ્રમ આવાસ કોલોની વિસ્તારના ચોકમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી સંજય અનવરભાઈ મલેક, હિતેશ જગદીશભાઈ દોલાણી ઉર્ફે સાંઈ, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, ધવલ અશોકભાઈ ગુઢકા, રાજપાલસિંહ રણજીતસિંહ જાડેજા, મુકેશભાઈ કારાભાઈ મુછડિયા નામના છ શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૧૮૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરની સત્યમ્ કોલોની પાસેના બેઠા પુલ નજીક ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા સુખદેવસિંહ મંગરૃભા રાઠોડ, જયેન્દ્રસિંહ બચુભા જાડેજા, કૈલાશભાઈ નાગજીભાઈ જાદવ, દશરથબા પ્રાગજીભાઈ રાઠોડ ઉર્ફે દક્ષાબા, સુધાબેન જયસુખભાઈ ધાનાણી, આશાબેન અજયભાઈ પાટડિયા, નિલમબા મનુભા જાડેજા, દેવીબેન સુખદેવસિંહ રાઠોડ ઉર્ફે દિવ્યાબા નામના આઠ વ્યક્તિઓ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૦૩૨૦ રોકડા કબજે કરાયા છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમી રહેલા કિશોર જીવાભાઈ પરમાર, રવિ ફુલુભાઈ ચુડાસમા, નીતિન બાબુભાઈ નિમાવત, ભોજાભાઈ બાબુભાઈ લાંબા નામના ચાર શખ્સો ઝડપાયા હતા. જ્યારે જીરાગ મહેશભાઈ લાંબા તથા ભૂપાભાઈ હરદાસ ગઢવી નામના બે શખ્સો નાસી ગયા હતા. પટમાંથી રૂ.૧૫૦૦ અને આરોપીઓના કબજામાંથી રૂ.૨૧૦૦ મળી કુલ રૃા.૨૫૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલા હરિજનવાસ પાસેથી ગઈકાલે રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી મોહનભાઈ નાથાભાઈ બગડા, રમીઝ નાથાભાઈ કાકેલિયા, અમિત જયંતિભાઈ બગડા નામના ત્રણ શખ્સોને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે પોલીસને જોઈને અસલમ અબુભાઈ ધુધા, ઉદય ડાયાભાઈ બગડા, પ્રિતમ કરશનભાઈ બગડા અને કેતન રવજીભાઈ બગડા નામના ચાર શખ્સો નાસી ગયા હતા. પટમાંથી રૂ.૧૭૧૦ રોકડા ઝબ્બે કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.