Abtak Media Google News

સરકારી તંત્ર દ્વારા બાંધવામાં આવેલ રોડ રસ્તા નાળા સંરક્ષણ દીવાલ હલકી ગણુવતાવાળા બનાવવાના કારણે ૬ કે ૮ મહિના અથવા તો બાર મહિનામાં તહસનહસ થઈ જાય છે ત્યારે સરકાર દ્વારા લોકોને સુવિધા મળે અને લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે થઈ લાખો રૂપિયા લોકોના ટેકસના રૂપિયામાંથી ફાળવે છે ત્યારે લેભાગુ તત્વો દ્વારા જલ્દી રૂપિયાવાળા બની જવાની લ્હાયમાં લોકોને જિંદગી સાથે ખીલવાળ કરે છે

ત્યારે આમા સરકારી અધિકારીઓની પણ મિલીભગત હોય તેમ આવા કામો પર બાંધકામ વિભાગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સુપરવાઈઝરની સીધી દેખરેખ હોય છે અને ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી પણ સુપરવિઝન કરતા હોય છે છતાં હલકી ગુણવતાવાળા મટીરીયલના ઉપયોગથી લોકોની સુવિધા છીનવાય છે

અને લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે ઘણીવાર જીવ પણ જાય છે ત્યારે લખતર સહયોગ વિદ્યાલય પાસે શ્રીનાથજી સોસાયટીમાં જવા માટે બનેલ ૮ મહિના પહેલા સરકારી તંત્ર દ્વારા નવનિર્મિત પાણી નિકાલનું નાળુ ઉપરથી કપચી ભરેલ ડમ્પર પસાર થવા જતા તુટી પડેલ છે જેથી મોટો જીવલેણ અકસ્માત થતા રહી ગયેલ છે ત્યારે સરકારી તંત્રની હલકી ગુણવતાવાળા કામ કરવાની નીતિ ખુલ્લી પડી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.