Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના ગામોમા છેલ્લા કેટલાક સમયથી ચોરી કરનારી ગેંગ સક્રિય થતી દેખાઇ છે. આ ચોરગેંગને ગામડાઓમા ચોરી કરવામા ખુબ સરળતા રહે છે કારણ કે ગામડાઓમા મોટાભાગના લોકો રાત્રીના સમયે વાળુ કરી સુઇ જતા હોય છે અને આશરે 12:00 થી સવારના 5:00 વાગ્યા સુધીના સમયમા ગામડાઓની ગલીઓમા ચકલુય ફરકતુ નથી. ત્યારે કેટલીક ચોર ગેંગ સ્પેશીયલ મંદિરને જ ટારગેટ કરે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે આવેલા હનુમાન મંદિરમા પણ ગત:- 11 સપ્ટેમ્બરના રોજ મોડીરાત્રી દરમિયાન ચોરી થતા સમગ્ર માનપુર ગામના લોકોની લાગણી દુભાઇ હતી જેમા આ અજાણ્યા ચીર ઇશમો દ્વારા માનપુર ગામે આવેલા હનુમાનમંદિરમા પડેલી ત્રણ દાનપેટીને તોડી અંદરથી આશરે 20 હજાર રુપિયા રોકડની ચોરી કરી આ ચોર શખ્સો લઇ ગયા હતા.

જ્યારે આ બાબતે સવારના સમયે પુજાણીને જાણ થતા તેઓ દ્વારા તુરંત ગામના સરપંચ જગદીશ ડાહ્યાભાઇ પટેલને જાણ કરી હતી જોત-જોતામા તો માનપુર ગામના તમામ રહિશો હનુમાનમંદિરે એકઠા થયા હતા અને મંદિરમા ચોરી બાબતને ખુબજ શરમ-જનક બાબત ગણાવી બાદમા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઇશમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી. હાલ સરપંચ જગદીશભાઇ પટેલ દ્વારા પોલીસને તાત્કાલિક કાયઁવાહી કરી જલ્દીથી તપાસ આદરી ચોર ઇશમને ઝડપી પાડવા વિનંતી કરી હતી આ બનાવના પગલે સમગ્ર માનપુર ગામમા રોષ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.