Abtak Media Google News

સુરત ખાતે સુમુલ ડેરી Take Home Ration (THR) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજય સરકારે ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે માટે હકારાત્‍મક અભિગમ સાથે પ્રાધાન્‍ય આપ્‍યું છે. જેના કારણે લાખો પશુપાલકો-ખેડૂતોએ દૂધના આવક વધારી છે.

3Ded5602 Ec15 4621 Aaae C08E040A039Aગુજરાતમાં દુધ-ધીની ગંગા વહે એ સપનાને સાકાર કરવા સહકારી ક્ષેત્રને પ્રબળ બનાવવા રાજય સરકારના પ્રયત્‍નો રહયા છે. પશુપાલકોને વધુ આવક મળે તે માટે દૂધનું પ્રોસેસીંગ કરીને વિવિધ બનાવટો સહકારી ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવે છે. તંદુરસ્‍ત અને સ્‍વસ્‍થ ગુજરાતના નિમાર્ણ સાથે ભાવી પેઢી દુનિયાના પડકારો ઝીલીને સક્ષમ બને તેવા ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે.

02467A73 Ce83 4Ba0 8483 Fb868Bcf59Acમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તંદુરસ્ત શકિતશાળી અને સશકત ભાવિ પેઢીના નિર્માણથી ગુજરાતને કુપોષણમુકત રાજ્ય બનાવવાની કટિબધ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પોષણક્ષમ પૂરક પોષક આહાર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને પૂરો પાડીને રાજ્યની ભાવિ પેઢી દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બનાવવી છે.વિજયભાઇ રૂપાણીએ સુરતની સુમૂલ ડેરી દ્વારારૂ. પપ કરોડના ખર્ચે નિર્ણય પોષક આહાર ટેક હોમ રાશન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૮મા જન્મદિવસ અવસરે ઉદઘાટન કર્યુ હતું.

Vrતેમણે કહ્યું કે, કુપોષણ સમાજનું કલંક છે અને ગુજરાતે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પોષણક્ષમ ભારતના નિર્માણ માટે રાજ્યમાંથી કુપોષણને નેસ્તનાબૂદ કરવાનો જંગ દૂધ સહકારી સંઘો કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી ઉપાડયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન દૂધ સહકારી ડેરીઓ અને પશુપાલકોને પ્રોત્સાહનો આપી ડેરી ઊદ્યોગને ધમધમતો કર્યો છે વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ઘી-દૂધની નદીઓ વહે તેવા સપનાને સાકાર કરવા પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ડેરી ઊદ્યોગના વિકાસને આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી રાજ્યની મોટી ડેરીઓએ કુપોષણ સામેની લડાઇમાં ટેક હોમ રેશન પોષક આહારના ઉત્પાદનથી જે સહયોગ કર્યો છે એનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ સુરતની સૂમૂલ ડેરીએ રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટથી પોષણયુકત આહાર પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે અભિનંદનીય છે એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકારે કુપોષણમુકતિ માટે રૂ. ર૮૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ આવનારા દિવસોમાં ખેડૂત, આદિવાસી-વનબંધુ, સાગરખેડૂ, દલિત-શોષિત, વંચિતોને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રથી વિકાસમાં જોડીને સમૃધ્ધ-સશકત ગુજરાતની નેમ પણ દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.