Abtak Media Google News

ભાજપના સંગઠનના હોદેદારો કહે છેકે, હવે નારણભાઈ જીતી શકે તેમ નથી

સાવરકુંડલાના સરકડીયા ગામના જે-તે વખતના સરપંચ અને પછી જિલ્લા ભાજપના આગેવાનોના આશીર્વાદથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને છેલ્લી બે ટર્મ એટલે કે દસ વર્ષ સુધી જિલ્લાના સાંસદ તરીકે ચુંટાયેલા નારણભાઈ કાછડીયા માટે ત્રીજી ટર્મ એટલે કે આગામી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીમાં પાર્ટી તરફથી ટીકીટ મેળવવામાં અને જો પાર્ટી ટીકીટ આપે તો ચુંટાવવામાં કેટલો સંઘર્ષ કરવો પડે તેમ છે અને મોટા સંઘર્ષ પછી પણ વિજય ન થાય તો તેના માટે ભાજપના કયાં વરિષ્ઠ નેતા જવાબદાર થાય તેની ચર્ચાઓએ જિલ્લાભરના રાજકારણને ગરમાવ્યું છે.

Advertisement

વર્તમાન સાંસદ નારણ કાછડીયા જયારે સરપંચ હતા અને પછી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરાયા ત્યારથી અને સાંસદ થયા પછી તેમની કામ અને કાર્ય કરવાની પઘ્ધતિથી સતત વિવાદમાં રહ્યા છે. આ વખતે અમરેલીની લોકસભા ઉપરથી ભાજપે કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તે માટેની કવાયતો પાર્ટી લેવલે શરૂ થઈ છે.

વર્તમાન સાંસદ પુન: રીપીટ થાય તે માટે કહેવાય છે કે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સક્રિય છે જો આવું આવડા મોટા ગજાના હિસાબો અપનાવાશે તો શું થશે ? તેના માટે જિલ્લા ભાજપ ચિંતિત છે અને જો આવું થશે તો કોંગ્રેસને ઓછી મહેનત કરવાની રહેશે તેવું કોંગ્રેસ અને ભાજપના નિરીક્ષકોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.