Abtak Media Google News

૧૫૦થી વધારે ખેડુતો અને વૈજ્ઞાનિકો સામસામે જ્ઞાનની આપ-લે કરી.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભુગર્ભ જળનું સંચય અને તેનું વ્યવસ્થાપન અંગે તા.૨૫નાં સેમિનાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના ખેડુતો તેમજ વૈજ્ઞાનિકો જોડાયા હતા. આ સેમિનારમાં વૈજ્ઞાનિકો ખેડુતો પાસેની કોઠાસુઝ તેમજ તેમના અનુભવોનો નીચાડ મેળવી સામે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો આવા પ્રકારનું આ સેમીનારમાં જ્ઞાનની આપ-લે થઈ હતી.

આ અંગે વધુ વિગત અનુસાર કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ એ.આર.પાઠકના અધ્યક્ષ સ્થાને સેમીનારમાં સ્વાગત પ્રવચન, દિપ પ્રાગટય, જલઆહુતિ જેવા કાર્યક્રમોની શરૂઆતમાં યોજાયા હતા. કુલપતિ એ.આર.પાઠકનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડો.એન.કે.ગોટીયા, આમંત્રિત મહેમાનો, ડો.પી.વી.પટેલ, ડો.વી.પી.ચોવટીયા, ડો.યોગેશ જાડેજા, આભાર દર્શન દિપેન્દ્ર પરિકર (નાયરા એનર્જી લી) વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વધુ માહિતી અનુસાર ભુગર્ભ જળ વ્યવસ્થાપનનો પ્રકલ્પ વર્ષ ૨૦૧૧માં ભારતના અલગ-અલગ વિભાગોમાં પાંચ સંસ્થાઓ દ્વારા ચાલુ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમનો ઉદેશ્ય રાજય અને વિસ્તારોની ભુસ્તરીય લાક્ષણિકતામાં સહભાગી ભુગર્ભ જળ વ્યવસ્થાપન માટે નમૂનાઓ ઉભા કરવા તથા તેની પઘ્ધતિને ચોકકસ કરવાનો હતો. આ પ્રકલ્પ અંતર્ગત પશ્ર્ચિમ ભારતનાં શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં એકટ સંસ્થાએ કચ્છથી શરૂઆત કરી હતી.

છેલ્લા સાત વર્ષોથી આ અભિગમથી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સાત વર્ષના અનુભવોનો જે નિચોડ મળ્યો છે તેને ગુજરાત અને કચ્છ જિલ્લામાં આ અભિગમને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના માટે કેવા પ્રકારની વ્યુહરચનાઓ હોય શકે, ભવિષ્યની દિશાઓ નકકી કરી આગળની પ્રક્રિયાઓનું આયોજન કેવું હોય શકે એ હેતુથી તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮નાં રોજ જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પેટા પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યશાળામાં સહભાગી ભુગર્ભજળ વ્યવસ્થાપન અંગેના વિવિધ કાર્યોના અનુભવોનું આદાન-પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનો હેતુ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં સહભાગી ભુગર્ભ જળ વ્યવસ્થાપનની કામગીરીનાં વિસ્તરણ અંગે રોડમેપ તૈયાર થાય તેમજ વિવિધ હિતધારકો અને હિતકારકો અને સાથે સહભાગી ભુગર્ભ જળ વ્યવસ્થાપન અંતર્ગત થયેલી કામગીરી અને તેની અસરોના અનુભવોની જાણકારી મળે અને આગવી કામગીરીનું સ્પષ્ટીકરણ તથા વિસ્તરણ અલગ-અલગ માધ્યમથી થાય તેવો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.