Abtak Media Google News

પાણી નથી, ઘાસચારાની અછત, ખેડુતો થઇ રહ્યા છે પાયમાલ, આત્મહત્યાઓ થાય એ પહેલા પગલા લેવા આવેદન

માંગરોળમાં વરસાદ ઓછો થતાં તાલુકા વિસ્તારમાં અત્યારથી જ પાણીની કાગારોળ શરુ થઇ ગઇ છે. દેકારા થવા લાગ્યા છે. ખાસ કરીને પાણી પર જેમનો જીવન નિર્વાહ છે એવા ખેડુતો વર્ગમાં પાકને લઇને ભારે ચિંતા પ્રસરી છે અને હવે ખેડુતો દ્વારા વરસદાને લઇને માંગણી બુલંદ બનાવી છે. લાલપુરને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડુતોએ માંગ કરી છે આજે મોટી સંખ્યામાં ખેડુતો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપી અછતગ્રસ્ત કરવાની માંગ કરી હતી.

લાલપુર તાલુકામાં ઓછો વરસાદ થવાના કારણે ખેડુતોના પાક નિષ્ફળ ગયા હોય અને ખેડુતો આર્થિક સંકળામણ અનુભવતા હોય તેવી પરિસ્થિતિમાં લાલપુર તાલુકાના અછતગ્રસ્ત  જાહેર કરવા તેમજ જરુરી સવલતો જેવી નર્મદાનું પાણી, પશુ માટે ધાસચારો તાલુકાના ખેડુતોને વીમો તથા દેવા માફી  મળે તેવી જોગવાઇ કરવાની બાબતો સાથેનું આવેદનપત્ર લાલપુરના પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.