Abtak Media Google News

લાલપુરમાં આડેધડ રીડીંગ કરીને ફટકારાતા વીજ બીલોથી પ્રજા પરેશાન છે, અને બે મહિને બીલો આવતા ઓછા વપરાશના યોજનાકીય લાભો લોકોને મળતા નથી તેવી રજૂઆત કરવામાં આવી છે.

લાલપુરમાં દર બે મહિને પીજીવીસીએલ દ્વારા વીજ વપરાશા બીલો આપવામાં આવે છે. આ વીજ બીલોમાં મીટર રીડર દ્વારા ઘણીવાર આડેધડ રીડીંગ કરી, ગ્રાહકોને કોઈવાર વધુ, તો કોઈવાર ઓછા યુનિટ દર્શાવી બીલની રકમ પકડાવી દેવામાં આવે છે. જ્યારે સામાન્ય લોકોનો ઘર વપરાશ એકધારો રાબેતા મુજબ હોય તો પછી એકવાર રૃા. ૩૪૦/- અને બીજીવાર રૃા. ૯૬૦/- વધી જાય એનું કારણ શું, સામાન્ય જાણકારી જોતા મીટરમાં કોઈ ખામી ન હોવા છતાં આટલી વધ-ઘટ થવાનું કારણ શું…? તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. મીટર રીડીંગ સાચી અને યોગ્ય રીતે કરવામાં આવતું નથી. તેથી ઘણીવાર આવા ઢંગધડા વગરના વીજ બીલથી લોકોને પરેશાની થાય એ સ્વાભાવિક છે.

સામાજિક કાર્યકર મહેશભાઈ મહેતાએ લાલપુર વીજ કચેરીમાં લેખિત રજૂઆત કરી છે કે, લાઈટ બીલ દર મહિને આવવું જોઈએ પણ વીજ કંપની દર બે મહિને ભેગું આપે છે. એટલે વીજ યુનિટ વધુ બતાવે છે. ઓછા યુનિટ વપરાશનો લાભ મળતો નથી, તેનાથી લોકો વંચિત રહે છે, જેથી દર મહિને વીજ બીલ આવે તો ઓછા યુનિટ વપરાશનો લાભ ઘણાં સામાન્ય વપરાશકારોને જરૃરથી મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.