Abtak Media Google News

૨૫ રાઉન્ડ ફાયરીંગ કરાયું: ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં લવાયા

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા દલિત પરિવાર મેવાસા ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં કામ કરતો હોય તે સમયે મેવાસાનો આહિર શખ્સ સહિતના ૩૦ જેટલા લોકો હથિયારો સાથે ધસી આવી દલિત પરિવાર ઉપર અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવતા પરિવારના ચાર સભ્યોને ઈજાઓ થતા સારવાર અર્થે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા જયાંથી વધુ સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ હતા.

મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા દલિત દુદાભાઈ ખેરાભાઈ રાઠોડ (ઉ.વ.૨૩), રાહુલભાઈ પાલાભાઈ રાઠોડ (ઉ.વ.૧૮), રાજુ વેજાભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) તથા કિરણ પાલાભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) સહિત પરિવારના સભ્યો કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં કામ કરતા હોય તે સમયે અચાનક બે વાહનોમાં ભરચકક ૩૦ જેટલા વ્યકિતઓ ઘાતક હથિયારો લઈ ધસી આવી તેમાના એક વ્યકિતના હાથમાં રહેલ પિસ્તોલમાંથી અંદાજીત ૨૫ થી ૩૦ રાઉન્ડ અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવતા અફડાતફડી મચી જવા પામેલ હતી. બંદૂકમાંથી થયેલ આડેધડ ફાયરીંગથી ઉપરોકત ચાર વ્યકિતઓને છાતી, માથાના તથા કાન પાસેના ભાગમાં ઈજાઓ થતા તાત્કાલિક અસરથી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક આર.જે.પારગી, ડીવાયએસપી એસ.એફ.વાઢેર, પીએસઆઈ ગરચર સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી જઈ ઈજાગ્રસ્તો પાસેથી બનાવ અંગેની વિગતો મેળવી હતી.ઈજાગ્રસ્તો પાસેથી મળેલ હકિકત મુજબ ભોગ બનનાર દલિત પરિવારને કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાં ૩૨ વિઘા જમીન હોય જે અંગેનો વિવાદ મેવાસાના મશરી ગાધેર નામના આહિર શખ્સ સાથે કેટલાક સમયથી ચાલતો હોય જેનો કોર્ટ કેસ પણ ચાલતો હોવાથી કબજા અંગેનું મનદુ:ખ ચાલતું હોવાનું જાણવા મળેલ છે. જેથી ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ આ બાબતનો ખાર રાખી મશરી ગાધેર તથા ૩૦ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકમાંથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવેલ હોવાનું ઈજાગ્રસ્તોએ નોંધાવેલ છે. જમીન અંગેનો શું વિવાદ છે અને હુમલા પાછળનું કારણ તેમજ અંધાધુંધ ફાયરીંગ હકિકતમાં કોના દ્વારા કરવામાં આવેલ છે. આ અંગે પોલીસ આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથધરેલહોસ્પિટલમાં લવાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.