Abtak Media Google News

મહિલાઓના સ્વાસ્થ્ય વિષયક ત્રિ-દિવસીય કાર્યક્રમનો કાલે અંતિમ દિવસ: મુંબઈના સ્ત્રીરોગ નિષ્ણાંત

તબીબો દ્વારા હિમોગ્લોબીન, હાડકાની ધનતા અને આંખોની તપાસના નિ:શુલ્ક કેમ્પ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સામાજીક ઉતરદાયિત્વ નિભાવતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને આરોગ્ય સંરક્ષણને લગતા જનજાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોનું જામનગર અને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ‚પે મહિલાઓના સ્વાસ્થ્ય અને આરોગય સંરક્ષણને લગતા ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન તા.૨૬ થી ૩૦ સપ્ટેમ્બર સુધી જામનગર અને વડોદરા જિલ્લામાં કરવામાં આવ્યું છે. જામનગરની ભવન્સ એ.કે.દોશી ગર્લ્સ આર્ટસ અને કોમર્સ કોલેજમાં મહિલા આરોગ્ય અંગેના સેમિનારમાં જામનગરના જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં ઉપરોકત જામનગરની ભવન્સ એ.કે.દોશી ગર્લ્સ આર્ટસ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન, હાડકાની ધનતા અને આંખોની તપાસ માટેના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ તમામ વિદ્યાર્થીઓને સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલી મહિલાઓમાં સ્વાસ્થ્ય જાળવણી અંગેની એક પુસ્તિકા પણ ભેટ આપવામાં આવી હતી. તા.૨૭ના રોજ વડોદરાની રિલાયન્સ સ્કુલમાં તબીબો દ્વારા ધો.૯ થી ૧૨ની અંદાજીત ૧૫૦ વિદ્યાર્થીઓને માસિક ચક્ર, સેનેટરી નેપકીનનો ઉપયોગ તથા તેના યોગ્ય નિકાલ તેમજ વ્યકિતગત સ્વચ્છતાના અભાવથી ઉદભવતી આરોગ્ય સમસ્યાઓ વિશે સમજણ આપવામાં આવી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈથી સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબોની ખાસ ટીમને જામનગર આમંત્રિત કરવામાં આવી છે. નિષ્ણાંતોની આ ટીમ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને આરોગ્ય સંરક્ષણને લગતી બાબતો જેમ કે એનિમીયા, પોષણ, ખોરાક, સ્વસ્થ, જીવનશૈલી, વ્યકિતગત સ્વચ્છતા, ગર્ભનિરોધક, માસિક ચક્ર જેવી બાબતો અંગે સમજ આપશે. જામનગર નજીક કાનસુમરા પાટીયા પાસે આવેલી આહિર ક્ધયા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન હાડકાની ધનતા અને આંખોની તપાસ માટેના નિ:શુલ્ક કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે.

આઠ નિષ્ણાંત તબીબોની મુંબઈથી આવેલી આ ટીમ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપ હોસ્પિટલના પેરા-મેડિકલ સ્ટાફને આજરોજ ટ્રેઈન ધ ટ્રેઈનર તાલીમ આપશે. ત્યારબાદ જામનગરની ભવન્સ એ.કે.દોશી ગર્લ્સ આર્ટસ અને કોમર્સ કોલેજમાં મહિલાઓના આરોગ્ય સંભાળ અંગેના સેમીનારમાં અંદાજીત ૨૨૦૦ વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવશે. આ સેમીનારમાં જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આવતીકાલે જામનગર નજીક કાનસુમરા પાટીયા પાસે આવેલ આહિર ક્ધયા છાત્રાલયની અંદાજીત ૬૦૦ ગ્રામ્ય વિદ્યાર્થીનીઓમાં મહિલાઓની આરોગ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા માટે સેમીનાર યોજાશે. આ સમગ્ર અભિયાન માટે જિલ્લાના વહિવટી તંત્ર, શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ અને કર્મચારીઓ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનોનો ખુબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.