Abtak Media Google News

આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી, કપૂર, દીપથી કરવામાં આવે છે. આરતીમાં એક, ત્રણ, પાંચ, સાત જેવી વિષમ સંખ્યાઓના દીવાનો પ્રયોગ કરાય છે. આરતી એક વિજ્ઞાન છે. આરતીની સાથે-સાથે ઢોલ-નગારા, શંખ, ઘંટ વગેરે વાદ્યો વગાડવામાં આવે છે. આ વાદ્યોની ધ્વનિથી જીવાણુઓ નાશ પામે છે.

આરતી ચાર પ્રકારની હોય છે: – દીપ આરતી- જળ આરતી- ધૂપ, કપૂર, અગરબત્તી વગેરેની આરતી – પુષ્પ આરતી

દીપ(દીવાની) આરતી : દીવો પ્રગટાવી આરતી કરવાનો આશય એટલે આપણે સંસારમાં પ્રકાશ ફેલાય તે માટે પ્રાર્થના કરવી.

જળ આરતી : જળ આરતી કરવાનો આશય એટલે જીવનરુપી જળ દ્વારા ઈશ્વરની આરતી કરવી.

પુષ્પ આરતી : દીપક અને ધૂપની સુગંધથી ચારે તરફ સુગંધ ફેલાય છે. પર્યાવરણ પણ સુગંધથી ભરાઇ જાય છે.પુષ્પ સુંદરતા અને સુગંધના પ્રતીક હોય છે. અન્ય કોઈ સાધન ન હોય ત્યારે પુષ્પની આરતી કરવામાં આવે છે.

ધૂપ, કપૂર, અગરબત્તીન આરતી : ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે.

આરતી બાદ હાથમાં ફૂલ લઇને મંત્રો સાથે ભગવાનને પુષ્પ સમર્પિત કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. તેનો ભાવ એ જ હોય છે કે આ પુષ્પોની સુગંધની જેમ આપણો યશ દૂર સુધી ફેલાય અને આપણે પ્રસન્નતા ભર્યું જીવન જીવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.