Abtak Media Google News

ઓછા ખર્ચે અને ઓછા પાણીએ કાયમી ટકાઉ અને મેન્ટેન થઈ શકે તે અંગે મીટીંગ મળી.

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓક ની અધ્યક્ષતા માં મીટીંગ પ્રવાસન વર્ષ ૨૦૧૩/૧૪ માં સમાવિષ્ટ ભુરખીયા હનુમાનજી મંદિર ના વિકાસ માટે ગુજરાત સરકાર ના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા બે કરોડ અગિયાર લાખ મંજૂર થઈ આવતા ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે મીટીંગ મળી જેમાં જિલ્લા ભર ની સરકાર શ્રી ની વિવિધ કચેરી ઓ  રેવન્યુ વન વિભાગ આર એન્ડ બી સ્ટેટ માર્ગ મકાન પંચાયત પાણી પુરવઠા બોર્ડ સહિત વિવિધ વિભાગો ના ઈજનેર શ્રી ઓ પ્રાંત અધિકારી

શ્રી બોડાણા લાઠી તાલુકા મેજી શ્રી મણાત સાહેબ લાઠી મામલતદાર શ્રી વિજયભાઈ ડેર પાણી પુરવઠા ના ઉદાણીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભટ્ટ લાઠી ચીફ ઓફિસર ત્રિવેદી દામનગર સિવિલ એન્જીનિયર્સ ભરતભાઈ ભટ્ટ લાઠી વન વિભાગ ના ખાવડીયા સહિત જિલ્લા ભર ના તંત્ર સો વિકાસ કાર્ય ને લઈ બારીકે બારીક વિગતો અંગે સ્પષ્ટતા લેવાય

ભુરખીયા હનુમાનજી મંદિર સંકુલ ને (ગદા) આકાર માં વિકસાવી વિવિધ સુવિધા ઓ ના લોકેશન ચિલ્ડ્રન પ્લે બાગ બગીચા લાઈટીંગ સર્કલ દરવાજા આરોગ્ય પાણી સહિત બ્યુટીફિકેશન અંગે બ્લ્યુ પ્રિન્ટ નકશા વીડિયો પ્રોજેકટ દ્વારા મોડલ દર્શવતા નિષ્ણાંતો ને કલેકટર ની તાકીદ ઓછા ખર્ચે ઓછા પાણી થી ટકાઉ અને કાયમી મેન્ટેન ઈ શકે તેવી વ્યવસ પર ભાર મુક્યો

પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવિષ્ટ ભુરખીયા હનુમાનજી મંદિર ના વિકાસ કાર્ય માટે મંજુર ઈ આવેલ બે કરોડ અગિયાર લાખ માં ક્યાં કાર્યો ને ફસ્ટ પ્રાયોરિટી આપવી તેની ટ્રસ્ટી ઓ દાતા સો ચર્ચા આ તકે ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર ભુપતભાઈ ગોહિલ નરસિંહભાઈ ડોડીયા હિંમતબાપુ નિમાવત અંતુભાઈ પૂજારી સહિત સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ ના અગ્રણી ઓ ઉપસ્તિ રહ્યા હતા

પ્રવાસન વર્ષ માં સમાવિષ્ટ ભુરખીયા હનુમાનજી મંદિરે આવતા જતા દર્શર્નાીઓ ની સંખ્યા પાર્કિગ વ્યવસ જાહેર મેળાવડા પ્રસંગો સહિત ની બાબતો ઉપરાંત કાયમી મેન્ટેન ઈ શકે તેવા ટકાઉ ટ્રક્ચર વરસાદી પાણી રોડ રસ્તા ઓ આવતા ભવિષ્ય ની વસ્તી ની સ્થિતિ ઓ સહિત બારીક માં બારીક બાબતો અંગે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક ભારે સતર્ક રીતે સ્પષ્ટતા મેળવતા હાજર તંત્ર પાસે દરેક વિગતો મેપ માપ સાઈઝ પાલન નકશા બ્લ્યુ પ્રિન્ટ જાતે ચકાસણી કરી હતી ગુજરાત સરકાર દ્વારા મંજુર યેલ રકમ માં વિકાસ કાર્યો ની રજે રજ માહિતી બાદ સ્થળ સ્થિતિ થી અવગત થવા સમગ્ર સરકારી તંત્ર વિવિધ સ્થળ જાત તપાસ કરી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.