Abtak Media Google News

નિયમનો ઉલાળીયો કરતી ૧૭૦૦ સ્કુલોને એકસ્ટ્રા વિદ્યાર્થી દીઠ રૂ.૫૦૦નો દંડ

ખાનગી શાળાઓ માત્ર નફો રળવાના જ હેતુથી ચાલતી હોય તેમ મોટાભાગની શાળાઓમાં ધારા ધોરણોનું અમલ થતુ નથી જેમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન સીબીએસઈ હેઠળ આવતી શાળાઓ પણ બાકાત નથી સીબીએસઈ સ્કુલોમાં એક કલાસ રૂમમાં ૪૦ની સંખ્યા સુધી જ બાળકોને બેસાડવાનો નિયમ છે.

જેનો ઉલાળીયો કરતી દેશભરની ૧૭૦૦ ખાનગી સ્કુલોને સીબીએસઈએ નોટીસ ફટકારી છે. અને ૪૦થી વધુના દરેક બાળક દીઠ રૂ.૫૦૦નો દંડ ચુકવવા આદેશ કર્યો છે. નિયમોનો ભંગ કરતી ૧૭૦૦ એટલે કે કુલ સીબીએસઈ શાળાની ૭ થી ૮ ટકા શાળાઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ પગલુ ભરી સીબીએસઈએ ખાનગી શાળાઓની બેઠક ફાળવણીની રીત પર કંસજો લાદયો છે. ઉલ્લેખનીય છેકે, સીબીએસઈ હેઠળની તમામ શાળાઓએ બોર્ડના પ્લેટફોર્મ ઓનલાઈન એફીલીએટેડ સ્કુલ ઈનફોર્મેશન સીસ્ટમ પર નોંધણી કરાવવી ફરજીયાત છે અને આ ડીજીટલ પ્લેટફોર્મ પર તમામ વિગતો રજૂ કરવાની હોય છે. આ પરથી બોર્ડે માહિતી મેળવી નિયમભંગ કરતી શાળાઓને નોટીસ ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.