Abtak Media Google News

લોહપુરૂષની ૧૪૩મી જન્મજયંતિ ઉપલક્ષે.

રાજકોટ ગુરુકુલ દ્વારા ‘જસ્ટ ફાઈવ મીનીટ્સ’ સ્પર્ધાનું આયોજન.

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી ૩૧મી ઓગષ્ટના રોજ આખા દેશમાં ધામધૂમી ઉજવવાની છે અને તે દિવસે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું લોકાર્પણ થવાનુ છે. તેના અનુસંધાને રાજકોટની અગ્રગણીય ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સસ્થા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા જમાના સાથે કદમ મિલાવી અનોખા પ્રકારની યુટયુબના માધ્યમી ગ્લોબલ પ્લેટફોર્મ જસ્ટ ફાઈવ મીનીટસ વકૃત્વ સ્પર્ધા ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં આયોજન કરી સરદાર પટેલનું ગૌરવ ભારત વર્ષના લોકોની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વકૃત્વ સ્પર્ધાનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શ વ્યક્ત્વિ અને ઉમદા રાષ્ટ્રભાવનાને લોકાન્મુખ કરવાનો છે.

વકૃત્વ ર્સ્પધામાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધક વિદ્યાર્થીએ ૨૦-૧૦-૨૦૧૮ સુધીમાં રૂબરૂ કે ફોનથી સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનુ તેમજ તા. ૨૪-૧૦-૨૦૧૮ પહેલા નિયત સમયે રેકોડિંગ કરવા રૂબરૂ ગુરુકુલ આવવાનું રહેશે.

સ્પર્ધક વિદ્યાર્થીએ સરદાર વલ્લભભાઇના જીવન પર પસંદ કરેલ વિષય કે આપેલ વિષય પર ૫ મિનિટનું પ્રવચન કરવાનુ રહેશે. યુ-ટયુબ ગ્લોબલ પ્લેટફોર્મ પર ગુજરાતી-હિન્દી-અંગ્રેજી આ ૩ ભાષામાં પ્રવચન અપલોડ કરાશે. ૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૮ના રોજ સરદાર ગૌરવગાથા સમારોહમાં મહાનુભાવોના હસ્તે સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર દ્વારા સન્માન પ્રાપ્ત થશે.

૧૫ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ સરદાર પટેલની પુણ્યતિથીના દિવસે ૪૫ દિવસોમાં યુ-ટયુબ પર એસ ફોર એસ મોટીવેશન  ચેનલ પર સ્પર્ધક વિદ્યાર્થીના પ્રવચનમાં મળેલ વ્યુના આધાર પર વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.