Abtak Media Google News

ટેકસ, બાંધકામ, આવાસ અને ટીપી સહિતના પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીઓ પર તડાપીટ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૨૦મી ઓકટોબરના રોજ મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળનારી જનરલ બોર્ડની બેઠક તોફાની રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બોર્ડના પ્રશ્નોતરીકાળમાં ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૨૦ સહિત કુલ ૩૧ કોર્પોરેટરોએ ૭૩ સવાલો રજુ કર્યા છે. ટેકસ, આવાસ, બાંધકામ, ટીપી અને સેક્રેટરી બ્રાંચ સહિતના પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીઓને ભીડવશે.

જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ ભાજપના કોર્પોરેટર બાબુભાઈ આહિરના ગાર્ડન વિભાગને લગતા પ્રશ્ર્નો પર સૌપ્રથમ ચર્ચા થશે. બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં રૂપાબેન શીલુ, જાગૃતિબેન ધાડીયા, અંજનાબેન મોરજરીયા, મનસુખભાઈ કાલરીયા, અશ્ર્વિનભાઈ ભોરણીયા, મીનાબેન પારેખ, મનીષભાઈ રાડીયા, કશ્યપભાઈ શુકલ, જેન્તીભાઈ બુટાણી, ઘનશ્યામસિંહ જાડેજા, જયમીન ઠાકર, રેખાબેન ગજેરા, ડો.દર્શિતાબેન શાહ, વશરામભાઈ સાગઠીયા, જાગૃતિબેન ડાંગર, ધર્મિષ્ઠાબા જાડેજા, ઘનશ્યામસિંહ એ.જાડેજા, માસુબેન હેરભા, જયાબેન ટાંક, સીમીબેન જાદવ, પરેશભાઈ હરસોડા, વસંતભાઈ માલવી, દિલીપભાઈ આસવાણી, અતુલભાઈ રાજાણી, ગીતાબેન પુરબીયા, ઉર્વશીબા જાડેજા, વિજયભાઈ વાંક અને સંજયભાઈ અજુડીયાએ પ્રશ્ર્નો રજુ કર્યા છે.

૩૧ કોર્પોરેટરોના ૭૩ સવાલો પ્રશ્ર્નોતરીકાળમાં રજુ થયા હોય બોર્ડ તોફાની બની રહે તેવા એંધાણ દેખાય રહ્યા છે. બોર્ડમાં અલગ-અલગ ચાર દરખાસ્તો રજુ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.