Abtak Media Google News

મિલકતના પ્રશ્ર્ને પજવતા પરિવારથી કંટાળી પ્રૌઢાએ આજી ડેમમાં ઝંપલાવ્યું

શહેરમાં પારિવારીક તણાવને કારણે બે આપઘાત કરવાના પ્રયાસના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિના પરાઈ સ્ત્રી સાથેના સંબંધને કારણે ફીનાઈલ પી જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો છે તો બીજી બાજુ મોરબી રોડ પાસે રહેતા વૃધ્ધાએ મિલકત બાબતે પરિવારની પજવણીને કારણે આજીડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ શહેરના આજીડેમ પાસે માંડાડુંગર પાસે રહેતી સોનલબેન દિનેશભાઈ ડોડીયા નામની ૨૫ વર્ષિય પરિણીતાએ પોતાના પિતાના ઘરે ફીનાઈલ ગટગટાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાસરીયા પક્ષે બે મહિના અગાઉ પતિને દિનેશને આડાસંબંધ હોય જેના કારણે મારીકૂટી ઘરમાંથી કાઢી મૂકી હતી.

પતિ પરાઈ સ્ત્રી સાથેના સંબંધ પરિણીતા સોનલબેનને સહન ન થતા ફીનાઈલ ગટગટાવી જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો છે.

જયારે બીજી તરફ મોરબી રોડ પાસે રહેતા હંસાબેન મણીભાઈ વસોયા નામના ૬૦ વર્ષિય વૃધ્ધાએ પરિવાર દ્વારા કરવામાં આવતી મિલ્કતની પંજવણીને કારણે આજીડેમનાં ખાડામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. વૃધ્ધા હંસાબેનને ૩૫ વિધા જમીન હોય જેને કારણે પુત્ર અને પતિ અને પુત્રવધુ તરફથી સતત પજામણી થતી હોય જેના કારણે વૃધ્ધા આજીડેમ પહોચી ખાડામાં ઝંપલાવ્યું હતુ ઘટના સ્થળ પર હાજર શહેરીજનોએ વૃધ્ધાનેજોતા બહાર કાઢીસારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.