Abtak Media Google News

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉ૫સ્થિતિમાં વોર્ડ નં.૯ અને ૧૦ માં કાલે એકતા યાત્રા: હાથી, અશ્વ, બાઇક રેલી, આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાનું જબરુ આકર્ષણ

લોકોના મનમાં રહેલી સરદાર પ્રત્યેની ભાવના એકતા યાત્રાથી વ્યકત થ રહી છે. તેવું આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા મેયર બીનાબેન આચાર્યએ કહ્યું હતું કે તેમણે ઉમેર્યુ હતું કે સરદાર વગર ભારત એક દેખાત જ નહીં. સરદારે ભારતને સંગઠીત કર્યુ છે. આજે વોર્ડ નં.૭ અને ૮ માં એકતા યાત્રા દરમ્યાન હાથી, અશ્વ, બાઇક રેલી, રાસ ગરબા અને આદિવાસી નૃત્યનુ આકર્ષણ રહ્યું છે.

મેયર બીનાબેન આચાર્ય ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા અને સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઇ વાગડીયાએ કહ્યું હતું કે, ભારતના લોખંડી મહામાનવ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે ત્યારે ગુજરાતમા હાલ યોજાઇ રહેલી એકતા રથ યાત્રાના માઘ્યમથી સરદાર પટેલ આઝાદ હિન્દુસ્તાનને એકતાના લોખંડી તાંતણે બાંધવાનું જે મહાકાર્ય કર્યુ હતું.

તેની સૌને યાદ અપાવવા. દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના આ મહામાનવે આપેલા અપ્રતિમ યોગદાનની શોયગાથાનું ગાન થાય તેવા ઉમદા આશયથી આ આયોજન હાથ ધરાયેલું છે. રાજકોટમાં વોર્ડ નં.૯ અને ૧૯ માં સંયુકત રીતે યોજાનારી એકતા રથ યાત્રા ખરા અર્થમાં ભવ્ય બની રહેનાર છે.

જેમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણીની પ્રેરક ઉ૫સ્થિતિ સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ: અરવંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા પ્રદેશ ભાજપ મહીલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, પૂર્વ ભાજપ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી તેમજ કોર્પોરેશનશ્રીઓ તથા રાજકોટની વિવિધ  સંસ્થાઓના હોદેદારો સભ્યો અને શહેરીજનોની ઉ૫સ્થિતિને લઇને જબરદસ્ત ઉત્સાહ અનુભવાઇ રહ્યો છે.

જીતુભાઇ વાધાણીની હાજરીમાં વોર્ડ નં.૯ અને ૧૦ ના વિવિધ વિસ્તારોમાં ફરનારી એકતા રથ યાત્રા  નગરજનોમાં વિશેષરુપથી આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવું શાનદાર આયોજન કરવામાં આવેલ છે.ડાયસ ફંકશન બાદ જીતુભાઇ વાધાણી, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો હવામાં ફુગ્ગાઓ છોડીને એકતા રથ યાત્રા ને પ્રસ્થાન કરાવશે.

વોર્ડ નં. ૯ અને ૧૦ ના વિવિધ વિસ્તારોમાં ફરનારી એકતા રથ યાત્રા માં અશ્વ અને હાથી સામેલ થનાર છે. આ ઉપરાંત પ૦૦ બાઇક સવારની વિરાટ રેલી અને સાફા પહેરેલા તથા એક સમાન વેશ પરિધાન વાળા ૧૦૦ ભાઇ-બહેનોની પરેડ એકતા રથ યાત્રાને અત્યંત આકર્ષણ બનાવશે.

એકતા રથ યાત્રામાં ઉપસ્થિત રહેનાર જીતુભાઇ વાધાણી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ખુલ્લી જીપમાં ઉભા જાહેર જનતાનું અભિવાદન ઝીલશે. વોર્ડ નં.૯ અને ૧૦ માં એકતા રથ યાત્રાને મોટી સંખ્યામાં લોકો દ્વારા આવકારવામાં આવનાર છે.

વિવિધ વિસ્તારોને આવરી લેનાર રુટમાં જુદી જુદી દસ થી બાર જગ્યાઓએ આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવશે. જયારે યાત્રાના પ્રારંભ સ્થળ આકાશવાણી ચોક અને સમાપન સ્થળ હનુમાન મઢી ચોક સહીતના સ્થળોએ રાસ ગરબા દ્વારા એકતા રથ યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે.

વિશેષમાં વોર્ડ નં.૯ અને ૧૦ ના યાત્રાના રુટ પર જુદી જુદી સંસ્થાઓના હોદેદારો સભ્યો અને નગરજનો દ્વારા એકતા રથ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રોડની બંને સાઇડમાં ઉભા રહી નગરજનો એકતા રથ યાત્રાને આવકારશે. વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ એકતા રથ યાત્રાનું સાંજે ૭ વાગ્યે હનુમાન મઢી ચોક ખાતે સમાપન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.