Abtak Media Google News

કેનેડામાં નાઈગ્રા ધોધ પર પહેલીવાર દિવાળીનો તહેવાર ઉજવાશે એ પણ પુરા ફટાકડાનાં જશ્ન સાથે. દુનિયામાં પ્રવાસ પર્યટન માટે ખુબ જ જાણીતો છે નાઈગ્રા ફોલ. આ વર્ષે પ્રથમવાર દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

1 147નોન પ્રોફિટ ઇન્ડો- કેનેડીયન આર્ટસ કાઉન્સિલ (ICAC) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે નાઈગ્રા પાર્કસ કમીશનનાં સપોર્ટ સાથે.

ICAC નાં ફાઉન્ડર અજય મોદી દિવાળીની ઉજવણી માટેની પરવાનગી મળતાં ખુબ જ રોમાંચિત થઇ ગયા હતા. એમણે કહ્યું કે, ‘અમે કેનેડામાં દિવાળી માટે એક સરસ જગ્યા ઈચ્છતા હતાં અને એક આયકોનીક લોકેશન ઈચ્છતા હતા.’ એમણે જણાવ્યું કે અમે લોકલ ઓથોરીટી સાથે પાછલાં ઘણાં વર્ષોથી કામ કરતાં હતાં આ સપનાને હકીકતમાં બદલવા માટે.

3 92કેનેડામાં ઘણાં બધા ભારતીયો રહે છે અને આ દિવાળી જશ્ન સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે શરુ થશે. ત્યારબાદ સાંજે ફટાકડાનો શો થશે. આ જ્ગ્યાએ આતશબાજીનાં જશ્ન સાથે બીજા તહેવારોનું પણ જશ્ન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.