Abtak Media Google News

લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ ૧૦૦૦૦ ગરબાનું કર્યું નવસર્જન: અનોખા વિશ્વ રેકોર્ડના પ્રયાસ માટે અભિનંદન વર્ષા: શહેરના વિવિધ સ્થળોએ કરાશે માળાનું વિતરણ: કોલેજના અધ્યાપકો ‘અબતક’ના આંગણે

લાભુભાઈ ત્રિવેદી ઈજનેરીના વિદ્યાર્થીઓએ ૧૦૦૫૧ ગરબામાંથી ચકલીના માળાનું સર્જન કરી વિશ્વ રેકોર્ડ રચવાનો અનોખો પ્રયત્ન કર્યો છે. ત્યારે આ માળાનું વિતરણ આગામી તા.૨૭ અને ૨૮ના રોજ શહેરના વિવિધ સ્થળે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરીજનોનો બહોળી પ્રતિસાદ મળે તે માટે કોલેજના પ્રો.ચેતન ઓઝા, પ્રો.દર્શન મહેતા અને લ્યુસી બગડાઈએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.2 118લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રશંસનીય, સમાજ ઉપયોગી ઈવેન્ટ “હેકાથોન ૧૮નું આયોજન થયું હતું. જેમાં સુરક્ષા સેતુ સોસાયટી તેમજ મ્યુ.કોર્પોરેશનના ખાસ સહયોગ દ્વારા ગરબાનું વિસર્જન નહીં પણ પુન:સર્જન કરતા ચકલીઓને કાયમી આશરો મળી રહે તે હેતુસર એક અનોખી પહેલ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ઈજનેરી વિદ્યાર્થીઓ દ્વારા શહેરના લોકો પાસેથી ૨૫૦૦૦ જેટલા ગરબા એકત્ર કરી આધુનિક મશીનરી દ્વારા ૧૮ કલાકમાં ૧૦૦૫૧ ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા છે.

દરેક ગરબાને લટકાવી શકાય તે રીતે ફરતે તાર બાંધવામાં આવ્યા છે. જેથી તે ઝાડ કે ગેલેરીમાં રાખી શકાય. ગરબા માટીના હોવાથી માળા ઈકો ફ્રેન્ડલી બન્યા છે. ઈવેન્ટ દરમિયાન કોલેજના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, કરુણા ફાઉન્ડેશન તેમજ એનિમલ હેલ્પલાઈનના ફાઉન્ડર મિતલભાઈ ખેતાની, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી રમેશભાઈ ઠક્કર અને બોલબાલા ચેરીટેબલના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય, ઓરબીટ બેરીંગના જનરલ મેનેજર સંજીત કુમાર, રોટરી કલબના હેડ જેવા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા તેઓના વાલીગણ તેમજ રાજકોટના શહેરીજનો ઉપસ્થિત રહી સમગ્ર કામગીરી નિહાળી હતી. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમદા કાર્ય માટે પરિવહનની વ્યવસ્થા વિનામુલ્યે પૂરી પડાઈ હતી. તેમજ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ રામ પેટ્રોલીયમ દ્વારા આપવામાં આવ્યો હતો. જીવદયાના આ કાર્યક્રમ બદલ લીમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત કરવા પણ કોલેજ પ્રયત્નશીલ છે.

તા.૨૭ થી ૨૮ ઓકટોબરના રોજ સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૫ થી ૮ લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ, ઈન્દિરા સર્કલ, લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ-લીમડા ચોક, બાલભવન અને પંચાયત ચોક, સોરઠીયા વાડી સર્કલ, આરએમસી વોર્ડ ઓફીસ-૧૧ નાના મૌવા સર્કલ, આરએમસી વોર્ડ ઓફીસ ૫-કુવાડવા રોડ જેવા અનેક સ્થળોએ ઈકો ફ્રેન્ડલી માળાનું વિનામુલ્યે વિતરણ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. માળાઓ મેળવી અબોલજીવને કાયમી આશરો આપવાના આ ઉત્કૃષ્ટ કાર્યમાં જનતાને સાથ-સહકાર તેમજ પર્યાવરણના જતનમાં યોગદાન નોંધાવા અપીલ કરાઈ છે.

માળાઓના વિતરણ સમયે કાપડની થેલી અચૂક સાથે લાવવી. આ ચકલીના માળાને છત નીચે ઝાડ નીચે લટકાવી શકાય છે. બિલાડી કે કૂતરા કે અન્ય પ્રાણીથી બચી રહે એ રીતે ઉંચાઈ ઉપર લગાડવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.