Abtak Media Google News

કેશોદના અજાબ ગામે રહેતા પ્રકૃતિપ્રેમીએ વનસ્પતિમાંથી ધુપ-દિપ કોડીયા બનાવ્યા છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ સોનામાં સુગંધ ભળે તેમ પ્યોર ગીર ગાયના છાણ સાથે ૫૧ પ્રકારની ખાસ હર્બલ વનસ્પતિ વિવિધ પ્રકારના ધુપનું સંયોજન કરીને ધૂપ દિપ કોડીયા બનાવેલ છે જે છાણના કોડીયા આકારનો સેપ આપેલ છે.

જેમાં પાંદડીઓ ધુપ, ગુગળનો ધુપ, લૌબાન ધુપ, અશાવરી ધુપ, દશાંગ ધુપ, માલણ ધુપ, સાલેડી લીમડો ખાખરો ખીજડો, અઘેડો, આંકડો, દુવા, દંભ, કમરકાકડી, જવ, કાળા તલ, સફેદ તલ, ગુલાબ પાંખડી, સંખપુસ્પી, બરામ્મી, જટામાસી, સુગંધી વારો, રાળ, સરસોવ, ગૌધી,ગૌમુત્ર ગૌધૃત, નીલગીરી, નારીયેલ ખમણ, સુખડ, રતાજંલી, વસંત પારિજાત, પસ્પ નગોડ, નાગરવેલ, કરંજ, ચરેલ માલતી, મધ, જેઠીમધ જેવી અને ઔષધીઓ સાથે ઉમેરીને બનાવેલ છે જેનાથી ઘર તથા ફળીયા અને આસપાસમાં વાયરસનો નાશ થશે ઘર તથા આસપાસમાં મચ્છરોનો પણ નાશ થશે અને ઘર આસપાસનું વાતાવરણ શુદ્ધ બની નેગેટીવીટીને બહાર કાઢે છે.

લોકો દિવાળીના તહેવારોમાં રંગબેરંગી અને મોંઘી કિંમતના દિવડાઓની ખરીદી કરે છે અને ચાઈનાની વસ્તુઓ ખરીદવા વધુ આકર્ષાય છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે પૈસાની બચત સાથે પર્યાવરણને ફાયદો થાય અને કેમીકલ કે સેન્ટનો ઉપયોગ કર્યા વગર પર્યાવરણ બચાવો, રોગ ભગાવોને સાર્થક કરવા પ્રકૃતિ પ્રેમી અભય વ્યાસના માર્ગદર્શન હેઠળ ઈકો ફ્રેન્ડલી ધુપ દિપ કોડીયા તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

જે કોડીયાનો ઉપયોગ કરવાથી ગંભીર પ્રકારના વાઈરસનો નાશ થાય છે. પર્યાવરણને ફાયદો થશે. બેરોજગારોને રોજગારી મળશે અને નજીવી કિંમતે મળી રહેવાની સાથે સ્વદેશી અપનાવી ઈકો ફ્રેન્ડલી કોડીયાની શરૂઆતમાં જ સફળતા મળતા વનસ્પતિમાંથી બનતી વધુ પ્રોડકશનો બનાવવામાં આવનાર હોવાનું પ્રકૃતિપ્રેમી અભય વ્યાસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.