Abtak Media Google News

ખૂબસૂરત દેખાવું દરેકને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાળવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે.

ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક એવી ભૂલો કરી નાખે છો જે તમારા ચેહરાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે હમેશા છોકરીઓ ફેસપેક લગાવતા સમયે કરે છે.

૧. ફેસપેકને હમેશા નહાયા પછી જ લગાડો. નહાયા પછી ત્વચાના છિદ્ર ખુલી જાય છે. જેનાથી ફેસપેકની અસર વધારે થાય છે.

૨. હમેશા ફેસપેકને સારી રીતે સૂક્યા પછી જ ધોવું જોઈએ પણ એવું  કરવાથી ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ઘણી વાર ચેહરા પર કરચલીઓ પણ આવી જાય છે.

૩. ફેસપેકને લગાડયા પછી ચેહરા પર ગુલાબજળ જરૂર લગાડો. એનાથી ત્વચાનો નિખાર વધે છે.

૪. ચેહરા પર ફેસપેક લગાડયા પછી વાત ન કરવી. વાત કરવાથી ચેહરો ખેંચાય છે. જેનાથી ત્વચા ઢીલી થઈ જાય છે.

૫. ચેહરા પર ફેસપેક લાગાડયા બાદ થોડી વાર માટે સાબુનો ઉપયોગ બિલ્કુલ નહી કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.