Abtak Media Google News

જે અન્વયે લીબડી શહેર સમસ્ત પાટીદાર સમાજ દ્રારા સરદાર સાહેબ ની જન્મ જયંતીની ઉજવણી “શ્રી સરદાર પટેલ ભવન” લીબડી ખાતે યોજાયેલ જેમાં સમાજના યુવાનો વડીલો દ્રારા સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા મેળવી દરેક સમાજના યુવાનો આગળ વધે અને ભારત દેશમાં એકતા, અખંડિતા તથા સમાજના કચડાયેલા લોકોને ન્યાય મળી રહે તેવા ઉમદા હેતુઓ સાથે સરદાર સાહેબ ની કાર્યશૈલી તથા પાટીદાર સમાજ ના પનોતા પુત્રને યાદ કરીને સરદાર પટેલ સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરેલ.

S.P.G ગ્રુપના પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ સાથે ૧૪૩ નાની ગાડીઓ લઈને લીબડી સરદાર પટેલ ભવન ખાતે 400 -500 કાર્યકરો સાથે આ કાર્યક્રમ મા હાજર રહેલા તેમજ લીબડી સમસ્ત પાટીદાર સમાજ ના પ્રમુખ નંદલાલ એન પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ઠાકરશીભાઈ પટેલ નીલકંઠ વિદ્યાલયના લાલાભાઈ પટેલ શ્રદ્ધા વિધાલય ના ડી.ડી.પટેલ , ભરતભાઇ નિધિવાળા, કુંવરજીભાઇ એગ્રોવાળા, રઘુભાઈ પટેલ , ઈશ્વરભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ, મનહરભાઈ લાદોલા, ઘનશ્યામભાઈ માસ્તર,ભરતભાઇ પટેલ દૂધવાળા વિગેરે સમાજના અગ્રણીઓ હાજર રહેલા.

આ કાર્યક્રમ નું સંચાલન નગરપાલિકાના માજી સભ્ય બીપીનભાઈ પટેલે કરેલ. આ પ્રસંગ ની ઉજવણી સરદાર પટેલ ભવન, ભલગામડા ગેટ, લીબડી ખાતે કરેલ. તેમજ આ પ્રસંગે પાટીદાર સમાજ ના યુવા કાર્યકરો દ્રારા અથર્ગ પ્રયાસ કરીને કાર્યક્રમ ને સારી રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં યુવા કાર્યકર ધર્મેન્દ્ર પટેલ પટેલ પાન વાળા , પંકજભાઈ ભુવા, વિગેરે યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.