Abtak Media Google News

ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરૂવારે મોડી રાત્રે તામિલનાડુના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ કાંઠા સાથે અથડાયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન તોફાની હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક કરહી. ગાજાની અસરથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Advertisement

પલાનીસામીએ જણાવ્યું કે દુર્ઘટનામાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સંકટ નિવારણ વિભાગે 81 હજાર લોકોને કાંઠાના વિસ્તારોથી હટાવીને 471 જેટલાં રાહત શિબિરમાં મોકલ્યાં છે. હવામાન વિભાગે શુક્રવારે સાંજ સુધીમાં તોફાન નબળું પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

પવન ફૂંકાતો હોવાથી અને વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજળીના થાંભલા ઉખડી ગયા છે. પરિણામે ઘણાં વિસ્તારોમાં વીજળી પહોંચી રહી નથી. તટીય વિસ્તારોમાં આવેલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રશાસને મદદ માટે એનડીઆરએફની નવ ટીમને પ્રભાવિત વિસ્તારમાં તહેનાત કરી છે. ગુરુવારે-શુક્રવારે દરેક સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.