Abtak Media Google News

જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ  જિલ્લામાં ધાડ, લૂટ અને ચોરીના ગુના થતાં અટકાવવા, વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે તથા લોકોની જાનમાલની રક્ષા તેમજ તેમને સુરક્ષા પુરી પાડવા તથા ગુનેગારો અને ગુનામાં વપરાયેલા વાહનોની ઓળખ થઈ શકે, ગુનો ડીટેક્ટ કરવામાં સરળતા રહે અને ગુનેગારોની વિરૂધ્ધમાં સબળ પુરાવો કોર્ટ સમક્ષ રજુ કરી શકાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા – શહેરમાં તથાહાઈવે ઉપર આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ તમામ પેટ્રોલપંપો, તમામ ટોલ પ્લાઝા, શોપીંગ મોલ, કોમ્પ્લેક્ષ, સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ, સરકારી રેસ્ટ હાઉસ, જયાં મુસાફરોને રોકાવવાની સગવડ પુરી પાડવામાં આવતી હોય તે તમામ ધર્મશાળા, કલબો, મુસાફિરખાના, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનોમાં પુરતી સંખ્યામાં સી.સી. ટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ રાખવા એક જાહેરનામા દ્વારા આદેશ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ હોટલ પર ચા  નાસ્તો કરવા કે જમવા માટે આવે ત્યારે ભોજનકક્ષ તથા હોટલની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે કેમેરા ગોઠવવા તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્યક્તિઓનું રેકોર્ડીંગ થઈ શકે તથા હોટલમાં આવતી જતી વ્યક્તિઓ તથા વાહનોની ઓળખ થઈ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા, હાઈવે પર આવેલ પેટ્રોલ પંમ્પના ફીલીંગ સ્ટેશન ઉપર તથા પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબરો દેખાય.

તે રીતે અને ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા, હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝા ઉપર આવતા  જતા દરેક વાહનોના નંબર દેખાય તથા વાહનમાં બેઠેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા તેમજ આ સી.સી. ટીવી કેમેરા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડિંગ કરી શકે તે પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા અને તેમાં ૧પ દિવસ સુધી રેકોર્ડિંગ રહે તે મુજબની વ્યવસ્થાવાળા હોવા જોઈએ.આ જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૩૧/૧૨/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.