Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબમાં હરકિશન મહેતાની નવલકા ‘જડ ચેતન’ની ભાવયાત્રા કરાવી

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબનાં મણકામાં હરકિશન મહેતાની નવલકા ‘જડ ચેતન’ની ભાવયાત્રા લેખક-સંપાદક જીજ્ઞેશ અધ્યારુએ બેન્કની રાજકોટ  ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં કરાવી હતી.

જીજ્ઞેશ અધ્યારુએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘જડ-ચેતન’ નવલકા પ્રસિદ્ધીનાં સમયી આજ સુધી બેસ્ટ સેલર રહી છે. જો કે હરકિશન મહેતાની દરેક નવલકા એક અલગ અંદાજે સો લખાયેલી છે અને વાંચકને સતત જકડી રાખે છે. આ એક સત્ય ઘટના આધારીત છે. આ નવલકા દરેક પેઢીને મનોરંજનનો એક મસાલો પુરો પાડે છે. આ નવલકાનું મુખ્ય પાત્ર તુલસી હોવા છતાં ચિંતનનો પણ મહત્વનો ફાળો છે.’

આ વાંચન પરબમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ , ટપુભાઇ લીંબાસીયા , ડાયાભાઇ ડેલાવાળા , અર્જુનભાઇ શિંગાળા , જીમ્મીભાઇ દક્ષીણી , રાજશ્રીબેન જાની , કિર્તીદાબેન જાદવ , મંગેશજી જોષી , વિનોદ શર્મા , વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા. આ પ્રસંગે ટપુભાઇ લીંબાસીયા અને ડાયાભાઇ ડેલાવાળાએ જીજ્ઞેશ અધ્યારુનું પુસ્તક-ખાદીનો રુમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.