Abtak Media Google News

સ્લોવાકિયાના શહેરની એક યુવતીએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અનોખો આઈડિયા કર્યો છે. એન્ટોનિયા કોઝાકોવા નામની આ યુવતીએ એટલા નેપકીન ભેગા કર્યા છે કે, તેને પોતાનો જ ગિનિસ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી લીધો છે. ૪૨ વર્ષની એન્ટોનિયાની પાસે હવે ૮૦ હજાર નેપકીન છે, જેની કિંમત ત્રણ લાખ પાઉન્ડ (લગભગ ૩ કરોડ રૂપિયા) છે.

Advertisement

વર્ષ ૨૦૦૭માં ચર્ચામાં આવેલ એન્ટોનિયાએ પહેલા ૨૧ હજાર નેપકિન રાખવાનો રેકોર્ડ બનાવ્યો, જે તૂટીને ૬૨ હજાર નેપકીનનો થઈ ગયો, પરંતુ હવે તેમણે તેને પણ તોડી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એન્ટોનિયા કહે છે કે, મે બધા નેપકિન્સ અલગ બોક્સમાં રાખ્યા છે. સાચું કહું તો મને તે ભેગા કરી વધારે ખુશી મળે છે અને મને મારા રેકોર્ડ્સ પર ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.