Abtak Media Google News

સમગ્ર ગુજરાતમાં ઓઇલ મીલો દ્વારા કપાસીયા ખોળમાં અખાધ ચીજોની ભેળસેળ બંધ કરાવવા માટે કપાસીયા ખોળ ભેળસેળ નાબુદી અભીયાન એક વર્ષથી ઓલ ગુજસ કોર્ટન સીડસ કસર્સ એન્ડ એશો. ના પ્રમુખ દેવચંદભાઇ ઠકકર અને કપાસીયા ખોળ દલાલ એસો.ના પ્રમુખ અવધેરાભાઇ સેજપાલ દ્વારા ચાલુ છે.

સમગ્ર ગુજરાતમાં ૭૦ ટકા થી ૮૦ ટકા ઓઇલ મીલોમાં અખાધ ચીજોની મીલાવટ કરી મીલો ૫૦ કિલોની ખોળની ગુણીએ ‚ા ૧૦૦ થી ૧૨૫ સુધીનો નફો કરે છે. અખાધ વસ્તુ જેવી કે ઉદેપુરની પીળી માટી, લાકડાનો સોલ, મગફળીના ફોતરા, કેમીકલ સડી ગયેલા ઘઉ, ચોખા, મકાનઇ ચણાના છાલા મીઠુંની ભેળસેળ થાય છે.

અખાધ ભેળસેળ વાળો કપાસીયા ખોળ પશુઓને ખવડાવાથી તેઓનો ખોરાક અડધો થઇ જાય છે. તેમજ ગંભીર બીમારીનો શિકાર થાય છે પશુના મોઢા  અને પગ ઉપર સોજા આવે છે. ઘણી વાર વેતર બંધ થાય છે. વધારે ડોઝ લાગવાથી ઢોરનું મૃત્યુ પણ થાય છે.

કપાસીયા ખોળ ભેળસેળ નાબુદી અભીયાન દ્વારા પશુપાલન મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, શંકરભાઇ ચૌધરી ગુજરાતની ગૌ શાળાના આગેવાનો તેમજ પશુ પાલન કાયદા અધિકારી ગાંધીનગરને આવેદનપત્ર  પાઠવ્યું છે.

એક વર્ષથી ભેળસેળ નાબુદી માટે ઘણા પ્રયત્નો કરવા છતાં સરકારી બાબુઓની તેમજ રાજકીય પ્રધાનોની મીઠી નજર હેઠળ ચાલતી ભેળસેળ કરતી ઓઇલ ઉપર કોઇ જ શીક્ષાત્મક પગલા લેવાયા નથી. તેમ અવધેશ સેજપાલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.