Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રવણ તીર્થ યોજનાના આગોતરા આયોજન માટે કલેકટર આર.આર.રાવલના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

શ્રવણ તીર્થ યોજના વૃધ્ધઠ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હ્વદયમાં અનોખું સ્થારન ઘરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજયના વરિષ્ઠત નાગરિકો(સિનીયર સિટીઝન) ગુજરાતમાં આવેલ યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત સ્થાશપના દિન તા.૦૧-૦૫-૨૦૧૭થી અમલમાં મુકેલ છે. જે અન્વસયે દેવભૂમિ દ્વારકા જિલ્લાજમાં શ્રવણ તીર્થ યોજનાના આગોતરા આયોજન માટે દેવભૂમિ દ્વારકાના કલેકરટ આર.આર.રાવલના અધ્યરક્ષ સ્થાીને કલેકટરની ચેમ્બ રમાં મિટીંગ યોજાઇ હતી.

આ તકે કલેકટર આર.આર.રાવલે માહિતી આપતા જણાવ્યું કે, શ્રવણ તીર્થ યોજના માટે ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય તેવા સિનીયર સીટીઝનને જ લાભ મળવાપાત્ર રહેશે. જેમાં મીનીમમ ૪૫ની મર્યાદા હતી તે તાજેતરમાં સરકારે ઘટાડીને મીની મમ ૩૦ થી ૫૪ની સંખ્યા માં મંજુરી મળી શકશે. જેમાં સિનિયર સીટીઝને નિયત નમૂનામાં અરજી કરવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યંવહાર નિગમની વિભાગીય કચેરીનો સંપર્ક કરવો. જેમાં યાત્રાળુઓ પાસે આધારકાર્ડ હોય તેઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ www.yatradham.gov.in ઉપરથી અરજીનો નમુનો ડાઉનલોડ કરી શકાશે. આ અરજી સાથે ઉમર અને રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવીંગ લાયસન્સ ની સ્વ પ્રમાણિત નકલ જોડવાની રહેશે. વધારે વિગત માટે વિભાગીય કચેરી યાત્રાધામ બોર્ડ રાજકોટના શ્રવણ તીર્થ દર્શન યોજનાના મેનેજર હસમુખભાઇ રાઠોડ(મો.૭૯૯૦૯૭૮૫૩૫,૯૯૧૩૫૭૯૨૫૮)નો સંપર્ક કરવો. તેમજ વધુમાં જણાવ્યું  કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર સીટીજનો અને ટ્રાવેલ એજેન્ટો દ્વારા આવો પ્રવાસ યોજી વધુમાં વધુ આ યોજનાનો  લાભ લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાહના નિવાસી અધિક કલેકટર એ.બી.પટેલ, નાયબ કલેકટર પાર્થ કોટડીયા, યાત્રાધામ વિકાસ બોર્ડ રાજકોટના હસમુખ એન.રાઠોડ, સહાયક માહિતી નિયામક વી.આઇ.ભટૃ, નાયબ મામ.પટેલ અને જુદી-જુદી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.