Abtak Media Google News

અમદાવાદ સ્તિ જીનીયસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એજયુકેશન, સ્પોર્ટસ, સોશ્યલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે ૫૦૦ી વધારે સંસઓ દ્વારા આ એવોર્ડ મેળવવા માટે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. સંસ દ્વારા દરેકની ચકાસણી બાદ ૪૦ વ્યક્તિઓ/સંસઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

અમદાવાદ ખાતે આ અંગેનો એક ભવ્ય સમારંભમાં ૪૦ વ્યક્તિઓ/સંસઓને તેમના જે તે ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન બદલ એવોર્ડી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં મારવાડી યુનિવર્સિટીના પ્રો.દિપક મશ‚ને એજયુકેશન જીનીયસ-૨૦૧૭ના એવોર્ડી સન્માનીત કરવામાં આવ્યા હતા. પ્રો.મશ‚ને શૈક્ષણિક ક્ષેત્રે સૌપ્રમવાર સોશ્યલ મીડિયા જેમ કે, ફેસબુક, વોટ્સએપ, મોબાઈલ એપ્લીકેશન અને બ્લોગ જેવા માધ્યમી વિર્દ્યાીઓને અંગ્રેજી શિખવવા માટે તેમજ અંગ્રેજી ભાષામાં ક, રીતે પ્રભુત્વ મેળવવું તે અંગે ૭૦૦ી વધારે વિર્દ્યાીઓને માર્ગદર્શન આપેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાંી આ પ્રકારનું સન્માન મેળવનાર પ્રો.મશ‚ એક માત્ર છે.

આ ઝળહળતી સિધ્ધી બદલ મારવાડી યુનિવર્સિટી કો-ફાઉન્ડર અને વાઈસ પ્રેસીડેન્ટ જીતુભાઈ ચંદારાણાએ પ્રો.દિપક મશ‚ને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.