Abtak Media Google News

ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં ૧૨૬ લોકોની કરાઈ ધરપકડ

ભારતમાં અમેરિકી દુતાવાસ સંબંધીત એફબીઆઈના અધિકારીઓએ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોની તપાસ અર્થે અમદાવાદ પોલીસ અધિકારીઓની મુલાકાત લીધી હતી. ત્યારે અમદાવાદ શહેર પોલીસના પોલીસ કમિશનર એ.કે.સિંહે જણાવતા કહ્યું હતું કે, હાલ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોના ભાંડાફોડ થયો હતો. ત્યારે આ રેકેટમાં યુએસના અનેકવિધ નાગરિકો સંકળાયેલા હતા કે જેઓને છેતરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે મદદ માટે અમદાવાદ પોલીસે એફબીઆઈનો સંપર્ક સાધી અમદાવાદ બોલાવ્યા હતા.

વધુમાં એ.કે.સિંહે જણાવ્યું હતું કે, આ તમામ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ ડેટાને એકત્રીત પણ કરવામાં આવ્યા હતા. એ.કે.સિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ મામલે કોલ સેન્ટરો ઉપર તવાઈ પણ બોલાવવામાં આવી હતી અને અપરાધમાં સંબંધીત અમેરિકી નાગરિકો, બેંક ખાતાઓ, અમેરિકી ક્ષેત્ર વિશેની જાણકારીને પણ અવેધ કરવામાં આવી છે. જેને લઈ અમેરિકી વાણીજય દુતાવાસની સાથે કાનૂની કાર્યવાહી માટે મદદ પણ માંગી છે.

અમદાવાદ પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા અનેકવિધ કોલ સેન્ટરોનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. કારણ કે, ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોના કર્મચારીઓ દ્વારા અમેરિકી નાગરિકોને ધનથી લૂંટવામાં આવ્યા હતા. ફેડરેલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા અમેરિકી નાગરિકો સાથે જે ખોટી રીતે ધનની વસુલી કરવામાં જે આવી હતી. કોલ સેન્ટરો દ્વારા તેના ૧૨૬ લોકોને નોયડા પોલીસે તેની ધરપકડ કરી હતી. કારણ કે, આ તમામ વ્યક્તિઓ અમેરિકી નાગરિકોના સામાજીક સુરક્ષા નંબરમાં વિસંગત રહી તેમની ધરપકડ કરવાની ધમકી દેતા હતા અને કથીત રીતે તેમની પાસેથી ધન વસુલી પણ કરતા હતા.

પોલીસ દ્વારા મોડી રાત્રે નોયડાના સેકટર ૬૩માં સ્થિત કોલ સેન્ટર ઉપર દરોડો પાડતા આ તમામ હકીકત સામે આવી હતી જેમાં અનેકવિધ કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, ચેક બુક સહિત અનેકવિધ ચીજવસ્તુઓ મળી આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.