Abtak Media Google News

આર્થિક વિકાસ કૃષિ અને સામાજીક સમરસતા અને વિદેશ વ્યાપારમાં ભારતની શીરમોર ઉપલબ્ધી.

લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચુકયું છે. ત્યારે દેશના રાજકારણમાં વધુ એકવાર કેન્દ્રનું સુકાન સંભાળવા માટે મતદાર રાજા થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પાંચ વર્ષના લેખા જોખા થઈ રહ્યા છે.

પાંચ વર્ષનાં સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી સરકારે માત્ર આર્થિક વિકાસ યોજનાઓની જાળવણી જ નથી કરી પરંતુ અનેક પડકારો વચ્ચે રાષ્ટ્રનાવિકાસ દરમિયાન ઉંચે લઈ જવા માટે પણ ખૂબજ સા‚ પર્ફોમનશ કર્યું છે.

સરકારી પરિયોજનાઓમાં નાણાની વધુ જોગવાઈ સબસીડી માળખાની ઉચિત જાળવણી વિકાસ યોજનાઓ માટે પૂરતુ નાણાંકીય ભંડોળ વિદેશી મૂડી રોકાણ અને હુંડિયામણ વધુને વધુ પ્રાપ્ત થાય એ માટે સરકારે સતત કરેલા સંઘર્ષ અને પુરૂષાર્થનું પરિણામ મળી રહ્યું છે. વિદેશી મૂડી રોકાણની ઉપલબ્ધીની સાથે સાથે ઘરેલુ ઉદ્યોગીક વિકાસ દરમાં પણ સરકારે દેશને લાભ અપાવ્યું છે.

નોટબંધીમાં વિકાસ યથાવત

નીતિ આયોગ સમિતિએ જાહેર કરેલા ૨૦૧૬-૨૦૧૮ના વિકાસ દરના આંકડાઓમાં મોદી સરકારે નોટબંધી અને આર્થિક પ્રવાહી સ્થિતિની પડકારજનક સ્થિતિ વચ્ચે પણ ૬.૭%ના દરનો વિકાસ દર જાળવી રાખ્યો છે. ભારત ફ્રાંસ પછી ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે છઠ્ઠો ક્રમ જાળવવામાં સફળ થયું છે.

કૃષિનો વિકાસ જી.ડી.પી.માં અસરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કૃષિ વિકાસમાં ક્રાંતીકારી ફેરફારો અને અનેક વિધ પરિયોજનાથી વિકાસ કરી ગ્રામીણ અર્થતંત્રને પગભર કરવામા આવેલી યોજનાઓનાં કારણે કૃષિનો વિકાસ જી.ડી.પી.નો સહાયક બન્યો.

આર્થિક મંદીને અસર નડી

દેશના અર્થતંત્રને વિશ્ર્વના આર્થિક પરિબળો જેવા કે ડોલરની તેજી ક્રુડ, ઓઈલના વધતા ભાવની અસરથી મુકત રાખવામાં સફળતા મળી. સબસીડીનો દર નીચે લાવવામાં સફળતા

દેશના અર્થતંત્રને ભારરૂપ બિન જરૂરી સબસીડીઓમાં ઘટાડો કરવામાં સફળતા આર.ડી.આઈના વ્યાજદરાના કાપથી કિંમતોમા ઘટાડો અને ખાનગી અને વિદેશી મૂડીરોકાણમાં વધારા કરીને સરકારે ખૂબજ સારી સફળતા મેળવી છે. આ ઉપરાંત ગરીબ અને બેરોજગારી હટાવી આર્થિક પછાત સવર્ણોને ખાસ અનામત મહિલા સશકિતકરણ જેવા પગલાઓથી નરેન્દ્ર મોદી સરકારના પાંચ વર્ષ સુવર્ણયુગ બની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.