Abtak Media Google News

ભાજપ વિરૂધ્ધ ભાજપ જ હોવાનો માહોલ

જસદણ નગરપાલીકાની સામાન્ય સભા આવતીકાલે શુક્રવારે સાંજે યોજાવાની છે ત્યારે જોરદાર તડાપીટ બોલવાની શકયતા ખૂદ ભાજપના સભ્યો જ જોઈ રહ્યા છે. કાલે શુક્રવારે સાંજે નગરપાલીકામાં સામાન્ય સભા યોજાશે જેમાં બજેટ પણ પાસ કરવામાં આવશે પરંતુ ભાજપ શાસીત ૨૩ સભ્યોની બહુમતી વાળી નગરપાલીકામાં ભાજપના બે જુથ પડી ગયા છે. જેમાં એક જુથએ એવી લેખીત મૌખીક રજૂઆત કરી છે.હતી કે છેલ્લા ભાજપના બોર્ડમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને કૌભાંડો સિવાય કાંઈ થયું નથી પ્રજાના પરસેવાની કમાણી રૂપે ભરાતા કરવેરાની લાખો કરોડો રૂપીયાની રકમો ખુદ ભાજપના સભ્યો ખાઈ જઈ ગાડી બંગલામાં મ્હાલતા થઈ ગયા છે. અને આ અંગે ભાજપના પાલીકાના પાંચ સદસ્યોએ ગત પોતાના હોદા પરથી રાજીનામા આપ્યા છે બે જુથ વચ્ચે ગ્રજગાહ લાંબા સમયથી ચાલ્યો આવે છે.

પાલીકાના ભાજપના સભ્યો ૨૩ અને કોંગ્રેસના ૫ સભ્યો મળી કુલ સાત વોર્ડના ૨૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી નગરપાલીકામાં હાલ સતાધારી જુથ પાસે સભ્યોનું સંખ્યાબળ ઓછું છે અને સામા પક્ષના જૂથ સામે સભ્યોનું સંખ્યાબળ વધારે હોવાનું ચર્ચાય છે. ત્યારે આવતીકાલની સભા પૂર્વે કેટલાક સભ્યોએ તંત્રને ગેરહાજર તથા આ પાલીકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારથી છલોછલ ભરેલા એજન્ડા હોવાથી આ સભા રદ કરવા પણ માંગણી થઈ હોવાનું ચર્ચાય છે ત્યારે સભામાં બજેટ રજૂ કરવું અનિવાર્ય છે. અને બીજી બાજુ બંને ભાજપના જૂથ એ પોત પોતાની શકિત કામે લગાડી છે. ત્યારે આવતીકાલે સાજે યોજાનારી પાલીકામાં એક નવો ઈતિહાસ રચાય એમ જાણકારો કહી રહ્યા છે. પણ રાજકારણમાં છેલ્લી ઘડીએ પણ બધુ રાબેતા મુજબ અને ઘીના ઠામમાં ઘી પડી જાય એવો અનુભવ ભૂતકાળમાં પણ જસદણવાસીઓએ કર્યો જ છે. આ સામાન્ય સભા પર છે  ગાંધીનગરનાં ભાજપના નેતાઓની પણ નજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.